
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 એપ્રિલ 2020, રવિવાર
ફિલ્મ નિર્માતા જૂનો ચોપરા અને જેકી ભગનાની ૧૯૮૦ની મલ્ટીસ્ટારર ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનની રીમેક બનાવાની ઘોષણા કરી છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ માટે પણ વિચારણા થઇ રહી છે. મૂળ ફિલ્મમાં જીતેન્દ્ર, ધર્મેન્દ્ર અને વિનોદ ખન્નાએ મુખ્ય પાત્ર ભજવ્યા હતા. હવે જેમાંથી એક અભિનેતા તરીકે હૃતિક રોશનના નામની ચર્ચા થઇ રહી છે.
મળેલી જાણકારીને સાચી માનીએ તો, જુનો ચોપરા અને જેકી ભગનાની ૧૯૮૦ની આ બ્લોક બસ્ટર ફિલ્મની રીમેક માટે હૃતિક રોશનનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે. જો ા ફિલ્મમાં તેની એન્ટ્રી થાય તો આ ફિલ્મ એક અલગ લેવલ સુધી પહોંચવામાં સફળ રહેશે. ફિલ્મની પ્લાનિંગ ઝડપથી થઇ રહી છે, પરંતુ કોરોના માહમારીના કારણે થોડા સમય પર હોલ્ડ પર રાખવામાં આવી છે. જેવું લોકડાઉન દૂર કરવામાં આવશે, કે ફિલ્મ નિર્માતા તરત જરત જ હૃતિક સાથે વાતચીત કરશે.
જેકીએ થોડા દિવસ પહેલાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ક્લાસિક ફિલ્મ છે અને હું મારા મિત્ર જુનો ચોપરા સાથે આ ફિલ્મ બનાવા ઉત્સાહિત છું. ૪૦ વરસ પહેલા રવિ ચોપરા સરએ ક્રિએટ કરી હતી. આ ફિલ્મથી દિલથી બનાવાના છીએ અને જલદી જ કલાકારોની કાસ્ટિંગ પણ પૂરી કરી નાખશું. ફિલ્મનો સેટ એક ટ્રેનમાં જ તૈયાર કરવામાં આવશે. પરંતુ આ વખતે ટ્વિસ્ટ એન્ડ ટર્નસ અલગ હશે. હું આ ફિલ્મ બનાવા માટે ઉત્સાહિત છું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RcJwpR
via Latest Gujarati News
0 Comments