કાશ્મીરમાં ગરજી રહી છે ભારતીય સેના, 24 કલાકમાં 9 આતંકીઓને મોકલી આપ્યા યમસદન

શ્રીનગર, તા.5 એપ્રિલ  2020, રવિવાર

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાબળોએ હાથ ધરેલા એક મોટા ઓપરેશનમાં પાંચ આતંકીઓને યમસદન પહોંચાડી દીધા છે.

છેલ્લા પાંચ દિવસથી અહીંના જંગલોમાં સેના આતંકીઓની શોધખોળ કરી રહી છે. આ દરમિયાન રવિવારે સવારે નિયંત્રણ રેખા પાસે જંગલોમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.જેમાં પાંચ આતંકીઓને સેનાએ ઢાળી દીધા હતા. છેલ્લા 24 કલાકમાં જવાનોએ નવ આતંકીઓને યમસદન મોકલી દીધા છે. સેનાનો એક જવાન આ કાર્યવાહીમાં શહીદ થયો છે.

સેનાની આઠ જાટ રેજિમેન્ટે સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. અહીંયા આતંકીઓનુ મોટુ ગ્રૂપ છુપાયુ હોવાની બાતમી મળ્યા બાદ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી હતી.

સર્ચ ઓપરેશનમાં સેનાએ હેલિકોપ્ટરોની પણ મદદ લીધી હતી. હજી પણ આ ઓપરેશન ચાલુ છે. જેમાં આર્મીની સાથે સ્થાનિક પોલીસની ટીમો પણ જોડાયેલી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34aOfNX
via Latest Gujarati News

Post a Comment

0 Comments