અમદાવાદ, તા. 5 એપ્રિલ 2020 રવિવાર
સુરતમાં પાલનપોર વિસ્તારમાં કોરોના પોઝીટિવ 61 વર્ષીય મહિલાનું મોત થતા રાજ્યમાં કોરોનાથી કુલ મોતની સંખ્યા 11 થઈ ગઈ છે. ગત મોડીરાત્રે સુરત ખાતે કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મોત નીપજ્યું હતુ. આમ સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીનું મોત નીપજતાં રાજ્યમાં કુલ મોતની સંખ્યા 11 પર પહોંચી ગઇ છે.
સુરતના પાલ વિસ્તારમાં રહેતા રજનીબેન નામના 61 વર્ષિય મહિલાનો કાલે રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. મહિલાના પુત્રની મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી હતી. આ મહિલાને મિશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વડોદરામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોધાયો છે. નાગરવાડાનાં 54 વર્ષનાં પ્રૌઢને કોરોના પોઝીટિવ આવ્યો છે. વડોદરામાં કેસનો આંકડો 10 એ પહોંચ્યો.
કોરોનાગ્રસ્ત જિલ્લાઓમાં વધુ એક જિલ્લાનો ઉમેરો થયો. છોટાઉદેપુરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો. બોડેલીનાં 60 વર્ષનાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો.

- અમદાવાદ 53
- ગાંધીનગર 13
- સુરત 15
- વડોદરા 10
- રાજકોટ 10
- કચ્છ 1
- ભાવનગર 11
- મહેસાણા 1
- ગીર સોમનાથ 2
- પોરબંદર 3
- પંચમહાલ 1
- પાટણ 1
- છોટાઉદેપુર 1
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bSwXHW
via Latest Gujarati News
0 Comments