દેશમાં સૌથી મોટી હ્યુમન ટ્રાયલ 6,000 'હાઇ-રિસ્ક' દરદીઓ પર વેક્સિનનું પરીક્ષણ


પુણે તા.૨3 એપ્રિલ, 2020, ગુરૂવાર

કોવિડ-૧૯ વિરૂદ્ધ માનવીય રોગપ્રતિકારક શક્તિ બીસીજીનું પુન: સંયોગી વધારી શકે છે કે કેમ એ જાણવા છ હજાર જેટલા 'હાઇ-રિસ્ક' વ્યક્તિઓ કે જેમાં હેલ્થ કેર વર્કર અને ચેપી દરદીઓના સંસર્ગમાં આવતા અગ્રીમ હરોળના લોકોને પણ સમાવેશ થાય છે. દેશમાં આ પ્રકારની આ સૌ પહેલી અને સૌથી મોટી હ્યુમન ટ્રાયલ કોરોના વાઇરસ વિરુધ્ધની બની રહેશે.

આ ટ્રાયલને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે અન તે એકાદ અઠવાડિયામાં દેશની ૪૦ હોસ્પિટલોમાં શરૂ કરાશે. પૂણેની ભારતી હોસ્પિટલ, કેઇએમ હોસ્પિટલ અને સિમ્બાવોસિસ હોસ્પિટલ ઉપરાંત અન્ય હોસ્પિટલો કે જેમાં ચોક્કસ સુવિધા હોય ત્યાં શરૂ કરાશે, એમ સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (એસઆઇઆઇ)ના સીઇઓ અને માલિક અદાર પુનાવાલાએ જણાવ્યું છે.

બીસીજી વેક્સિનનો પ્રથણ પ્રયોગ ૧૯૨૧માં માનવીને આપવા સાથે તેનો અમલ શરૂ કરાયો હતો, જે ટીબીની સૌથી જાણીતી સારવાર તરીકે જાણીતી થઇ છે અન આ રોગમાં બેક્ટેરિયાની સૌથી ખરાબ અસર ફેફસાં પર થાય છે અને આ સૌથી વધુ ચેપી રોગોમાંનો એક છે. બીસીજી વેક્સિન સૌ પહેલા ફ્રેન્ચ સંશોદકો આલ્બર્ટ કાલ્મેટ્રે અને કામિલે ગેરિને વિકસાવી હતી. આ વેક્સિનનો ઉપયોગ વિશ્વભરમાં વિપુલ પ્રમાણમાં થાય છે આ ઉપરાંત સમગ્ર આફ્રિકા, એશિયા અન દક્ષિણ અમેરિકામાં પણ થાય છે એક અંદાજ મુજબ દર વર્ષે  જન્મ લેનારા ૧૦૦ મિલિયન નવજાત બાળકોને આ રસી આપવામાં આવે છે.

ભારત સરકારના ચાઇલ્ડહૂડ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામનો આ વેક્સિન એક હિસ્સો છે અભ્યાસમાં  એ પૂરવાર થયું છે કે બીસીજી વેક્સિનથી બાળકોની રોગપ્રતિકારક શક્તિનો સારો પ્રતિસાદ સાંપડે છે. ટીબી ઉપરાંત આ વેક્સિન રક્તપાત વિરુદ્ધ પણ સારું કામ આપે છે.

'હવે ઉદ્દેશ એ છે કે બીસીજી (વીપીએમ ૧૦૦૨) વેક્સિન ચેપને ઘટાડી શકે છે, બનાવ ઓછા કરી શકે છે અને 'હાઇ-રિસ્ક' ધરાવતા દરદીઓમાં રોગની તીવ્રતા ઘટાડી શકે છે કે કેમ એ જોવાનું છે, એમ પુનાવાલાએ જણાવ્યું હતું.

આ ટ્રાયલની ડિઝાઇન દત્તક લીધી છે એનો અર્થ એ થયો કે જે દરદીઓ પર આ વેક્સિનનો ઉપયોગ કરાયો અને તેનું પરિણામ પ્રોત્સાહકજનક આવે તો તેનો ઝડપભેર વ્યાવસાયિક ઉપયોગ કરવા ફાસ્ટ ટ્રેક પર  મુકી શકાય એમ છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAvaWU
via Latest Gujarati News

Post a Comment

0 Comments