પ્રિયંકા ચોપરાએ હેલ્થકેર વર્કર્સની તકલીફ સમજી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 એપ્રિલ 2020, ગુુરૂવાર

કોરોનાથી  લોકોનો જીવ બચાવનાર હેલ્થકેયર વર્કર્સ કલાકો સુધી પગરખા પહેરીને કામ કરતા હોય છે. ફ્રન્ટલાઇન હેલ્થ કેયર્સ સુરક્ષિત રહે એની કાળજી લેતા પ્રિયંકા ચોપરાએ તેમના માટે ૨૦ હજાર ફુટવેયર મોકલ્યા છે. 

રિપોર્સની માનીએ તો, પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસ અને ભારતના હેલ્થ કેયર્સને ૧૦,૦૦૦ હજાર પગરખા મોકલ્યા છે. તેણે તેમના માટે ફ્રોકસ શૂઝ ફાઠવ્યા છે જેથી કલાકો સુધી કામ કરવામાં કોઇ તકલીફ ન પડે અને રાહત રહે. 

પ્રિયંકાએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી છે.આ ઉપરાંત પ્રિયંકા અને તેના પતિ નિક લોકડાઉનથી પ્રબાવિત થયેલા વર્કસને જ નહીં પણ વિદ્યાર્થીઓ, મહિલાઓ, ગરીબો અને બાળકોની પણ મદદ કરી રહ્યા છે. 

બોલીવૂડના મોટા ભાગના કલાકારો કોરોના મહામારીના જંગ સામે અદભૂત રીતે સહયોગ આપી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3buQ7E2
via Latest Gujarati News

Post a Comment

0 Comments