દીપિકા પદુકોણ ટ્રોલ થયા પછી વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેની લાઇવ વાતચીત રદ કરી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 23 એપ્રિલ 2020, ગુરૂવાર

દીપિકા પદુકોણ ૨૩ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ ડોકટર ટેડ્રોસ  અઘાનોમ ઘેબ્રેયેસસ સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ વાતચીત કરવાની હતી. જે હવે તેણે સ્થગિત કરી દીધી હતી. જાણકારીના અનુસાર દીપિકાનો આ નિર્ણય સોશિયલ મીડિયા પરના યૂઝર્સની નારાજગી પછી લેવામાં આવ્યો છે. 

વાસ્તવમાં દીપિકા, કોરોના વાયરસના પ્રકોપને કારણે લોકો ડિપ્રેશનમાં ન સરી પડે એ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા સાથે વિચાર-વિમર્શ કરવાની હતી. આ વાતની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી. પરિણામે તેના ઘણા પ્રશંસકો નારાજ થયા હતા. તેમના અનુસાર, ટેડ્રોસે જાન્યુઆરીમાં ચીનને ક્લિન ચીટઆપી હતી. તેણે કહ્યું હતું કે કોવિડ ૧૮ વ્યક્તિ થી વ્યક્તિમાં ફેલાતો નથી. લોકોની આસપાસની પરિસ્થિતિ પણ જવાબદાર છે. 

સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી જોતાં દીપિકાએ પોતાનું લાઇવ સેશન હાલ પૂરતું ટાળવાનો નિર્ણય લીધો. તેણે આ વાતની જાણકારી એક પોસ્ટ દ્વારા આપતાં લખ્યું છે કે, મને જણાવતા બહુ ખેદ થાય છે કે, અપ્રત્યાશિત અને અધિક અપરિહાર્ય પરિસ્થિતિઓને કારણે ડાકટર ટેડ્રોસ સાથે મેન્ટલ હેલ્થ વિષય પરની લાઇવ વાતચીત રદ ાગલી સૂચના ન મળે ત્યાં સુધી રદ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે,દીપિકા ૨૩ એપ્રિલના સાંજના ૭.૩૦ વાગ્યટ્ટેડ્રોસ સાથે કોવિડ ૧૯ દરમિયાન માનસિક સ્વાસ્થ્ય વિશે વાતચીત કરવાની હતી.દીપિકા હાલની પરિસ્થિતિમાં કોઇ વિવાદ ન ઇચ્છતી હોવાથી તેણે આ સેશન હાલ રદ કર્યું છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y1hNwz
via Latest Gujarati News

Post a Comment

0 Comments