રણદીપ હુડા બન્યો હોલીવૂડ એકશન ફિલ્મ કરનાર પ્રથમ ભારતીય અભિનેતા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2020, ગુરૂવાર

રણદીપ હુડા હાલ હોલીવૂડની એકશન ફિલ્મમાં કામ કરવા બદલ ચર્ચામાં છે. તેણે હોલીવૂડમાં એકશન ફિલ્મમાં કામ કરીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જોકે તેની આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 

એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં રણદીપ હુડાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ સાઇન કરવાનો આનંદ મને વિશેષ હતો. હું પ્રથમ બોલીવૂડ ેકટર બન્યો છું જે હોલીવૂડની એકશન ફિલ્મમાં કામ કર્યું. આ પહેલા હોલીવૂડની મોટા ભાગની ફિલ્મોમાં ભારતીય કલાકારોએ આઇટી પ્રોફેશનલ્સ, કરોડપતિ અથવા કોમિક પાત્ર ભજવ્યા છે. હું આ બેરિયર્સને તોડવામાં સફળ રહ્યો છું. 

રણદીપ સાથે આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, પ્રિયાંશુ પેન્યુલી અને રૃદ્રાક્ષજયસ્વામ પણ  કામ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં રણદીપ સાથહોલીવૂડનો અભિનેતાક્રિસ  હેમ્સબર્ગે કામ ર્યું છે. તેની સાથેના  અનુભવ વિશે વાત કરતાં રણદીપે કહ્યું હતું કે, ક્રિસ ઓસ્ટ્રેલિયાનો છે, અને હું પણ ઓસ્ટ્રેલિયામાં રહ્યો છું તેથી અમારા ઉચ્ચાર સરખા જ હતા, અમને વાતચીતમાં કોઇ તકલીફ પડતી નહોતી. તેનામાં બહુ એનર્જી છે. તે એક સારા એકટરની સાથેસાથે સારો વ્યક્તિ પણ છે. તેની સાથે મને કામ કરવામાં બહુ મજા આવી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VRbKrK
via Latest Gujarati News

Post a Comment

0 Comments