કોવિડની ઔષધિ માટે મુંબઇની ફર્મની અપ્રુવલ અરજી


મુંબઇ તા.૨3 એપ્રિલ, 2020, ગુરૂવાર

એન્ટિ-વાઇરલ ફાવિપિરાવર એવી પ્રથમ દરજ્જાની ઔષધિ છે, જેણે વિશ્વસનિયતાનું પ્રદર્શન કર્યું છે. વાઇરસ માટેની સારવારમાં  તેનો ઉપયોગ વિધેયાત્મક બની રહે તેમ છે અને આ દવા ભારતમાં ઓફર કરનારી સંભવત: પ્રથમ કંપની મુંબઇની ગ્લેનમાર્ક બની શકે  એમ છે. જે કોવિદ માટેની ફાર્માસ્યુટિકલ્સમાં ઇન્નેવેટિવ નિર્દેશો બની રહે તેમ છે. ગ્નેમાર્ક એન્ટિરેટ્રોવાઇરલ (એઆરવી) ઔષધિ વિકસાવી છે જેનું નામ ફાવિપિરાવર છે, જેણે વૈશ્વિક સ્તરે વિધેયાત્મક પરિણામો દર્શાવ્યા છે અને તેણે ભારતમાં ટ્રાયલ માટે રેગ્યુલેટરી અપ્રુવલ માટે અરજી કરી હોવાનું સુમાહિતગાર  વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.

ઇન્ફલ્યૂએન્ઝા વાઇરસો સામે ફાવિપારિટે સારા પરિણામો દર્શાવ્યા છે, જેમાં ઓસેલ્ટામિવર રેઝિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે. આ ઔષધિને જાપાન અને ચીનમાં માન્યતા મળી છે વૈશ્વિક સ્તરે એ હાઇડ્રોક્સિકલોરોક્વીન અથવા તો એન્ટિ-રેટ્રોવાઇરલ્સ/એન્ટિ-વાઇરલ જેમ કે ફાવિપિરાવર, રેમ્ડેશિવર અને લોપિનાવર તરીકે વાપરવામાં આવે છે. અને હવે કોવિડની સારવાર માટે આનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે.

જાપાનની કંપની ફૂજી ફિલ્મ આ ઔષધિનું વેચાણ કરે છે. આ વીગતની બ્રાન્ડ હેઠળ ફાવિપિરાવરનું વેચાણ થાય છે. છેક ૨૦૧૪માં ઇન્ફલ્યૂએન્જા અને અન્ય વાઇરલથી થતી સમસ્યામાં તેનો ઉપયોગ થાય છે. જોકે અન્ય થેરાપીમાં તેનો કોઇ પ્રતિસાદ  મળતો નથી અગાઉ આ ઔષધિનો ઉપયોગ ઇલોબાની સારવાર માટે થતો. બની શકે આ દવાનું જેનેરિક વર્ઝન વિશ્વમાં કોઇ  પણ સ્થળે લોન્ચ થઇ શકે એવી શક્યતા છે.

આ સંદર્ભે સંપર્ક કરવામાં આળતા ગ્લેનમાર્કે ફાવિપિરાવરની માર્કેટિંગ મંજૂરી માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને અરજી કરવામાં આવી હોવાની વાતને  સમર્થન આપ્યું હતું.

એન્ટિ-વાઇરલ ડ્રગ રેમેડેશિવર કે જે બે એચઆઇવી ડ્રગ લોમિનાવર અને રિટોનાવરનું કોમ્બિનેશન છે ઉપરાંત બેટા અને  એન્ટિ-મેલેરિયા ડ્રગ ક્લોરોક્વિનનો પણ સમાવેશ થાય છે. આ દવા ઉપરાંત અન્ય ઔષધિઓની  પર વૈશ્વિક સ્તરે ટ્રાયલ ચાલી રહી છે.

ગ્લેનમાર્કે એપીઆઇ તેના પોતાના સંકુલમાં તૈયાર કરી છે. એવું માનવામાં આવે છે કે ઘણી એવી કંપનીઓ છે જેઓ આ માટે હજુ પ્રયત્ન કરી રહી છે. તેમના માટે આ મોટો પડકાર છે. એક વખત ગ્લેનમાર્કને રેગ્યુલેટરી અપ્રુવલ મળી જશે એ પછી તે ૬૦-૧૦૦ દરદીઓ પર તેની ટ્રાયલ કરી તેને લોન્ચ કરશે.

જોકે રેમિડાસ્વર, કે જેનું ઉત્પાદન ગિલીડ સાયન્સીસ કરવાની છે અને ફાવિપિરાવરને હજુ સુધુ ભારતમાં અપ્રુવલ નથી મળ્યું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VMs1xO
via Latest Gujarati News

Post a Comment

0 Comments