90 વર્ષના સુઝાને કહ્યું, મેં બહુ જીવી લીધુ...વેન્ટિલેટર યુવા દર્દીને આપો

બેલ્જિયમ, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

કોરોના વાયરસ યુરોપના દેશોમાં પણ ફેલાઈ ચુક્યો છે અને તેના કારણે સેંકડો લોકોના મોત થયા છે.

આ પ્રકારની સ્થિતિમાં હોસ્પિટલના બીછાને મોત નજીક હોવા છતા પણ બીજાનુ વિચારનાર 90 વર્ષની મહિલાનો કિસ્સો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે બેલ્જિયમમાં 90 વર્ષની મહિલા સુઝાન હોયલર્ટસનુ કોરોનાના કારણે મોત થયુ છે.

રિપોર્ટ પ્રમાણે આ મહિલાએ ડોક્ટરોને કહ્યુ હતુ કે, મેં બહુ સારુ જીવન વિતાવ્યુ છે.વેન્ટિલેટર યુવા દર્દીઓ માટે રાખો. 90 વર્ષના સુઝાનને શ્વાસ લેવામાં તકલીફ બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે તેમણે વેન્ટિલેટર લેવાની ના પાડી દીધી હતી અને તેના બે દિવસ બાદ તેમનુ મોત થયુ હતુ.

તેમની પુત્રી જુડિથે કહ્યુ હતુ કે, હું મારી માતાને આખરી વિદાય પણ આપી શકી નથી.તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવાનો મોકો મને મળ્યો નથી. હું હજી સમજી નથી શકી કે તે કેવી રીતે વાયરસની ચપેટમાં આવી છે.તેમણે તો પોતાની જાતને સેલ્ફ આઈસોલેશનમાં રાખી હતી




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39DvdRi
via Latest Gujarati News

Post a Comment

0 Comments