મુંબઈની ધારાવીમાં કોરોનાના ફેલાવાથી ટેન્શન, અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગ અશક્ય છે

મુંબઈ, તા.2 એપ્રિલ 2020, ગુરૂવાર

મુંબઈનો ધારાવી વિસ્તાર એશિયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર મનાય છે. કોરોનાએ ધારાવીમાં પણ એન્ટ્રી કરતા મહારાષ્ટ્ર સરકારનુ જ નહી પણ કેન્દ્ર સરકારનુ ટેન્શન પણ વધી ગયુ છે.

ધારાવીમાં એક વ્યક્તિની કોરોનાના કારણે મોત બાદ આજે વધુ એક  પોઝિટિવ કેસ આમે આવ્યો છે. બીએમસીમાં સફાઈ કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ધારાવીમાં કોરોનાનુ બહુ મોટુ જોખમ તોળાઈ રહ્યુ છે. આ સફાઈ કર્મચારી વરલીમાં રહે છે પણ તે ધારાવીમાં ફરજ પર હતો. જેના કારણે હવે તંત્ર ઉંચુ નીચુ થઈ ગયુ છે.

કારણકે ધારાવી એવો વિસ્તાર છે જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગ લગભગ અશક્ય છે. અહીંયા હજારો ઝુપડપટ્ટીઓ અને ચાલમાં વાયરસ ગીચ વસ્તીના કારણે ભારે ઝડપથી ફેલાઈ શકે છે. અત્યાર સુધીમાં અહીંયા કોરોનાના 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAvJ3S
via Latest Gujarati News

Post a Comment

0 Comments