સૂર્યના કિરણોમાં કોરોના વાયરસનો ઝડપથી ખાતમો થાય છે, અમેરિકાના વૈજ્ઞાનિકોનો દાવો

વોશિંગ્ટન, તા.24 એપ્રિલ 2020, શુક્રવાર

ગરમીમાં કોરોના વાયરસનો ખાતમો થાય છે કે નહી તેની ચર્ચાઓ વચ્ચે અ્મેરિકાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, સૂર્યના કિરણોમાં વાયરસ જલદી ખતમ થાય છે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વૈજ્ઞાનિક સલાહકાર વિલિયમ બ્રાયને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, વૈજ્ઞાનિકોના એક જૂથને કોરોના વાયરસ પર સૂર્યના કિરણોનો શક્તિશાળી પ્રભાવ જોવા મળ્યો છે. ગરમીમાં તેનો પ્રસાર ઓછો થવાની શક્યતા છે.

તેમણે કહ્યુ હતુ કે, નેશનલ બાયોડિફેન્સ એનાલિસિસી એન્ડ કાઉન્ટર મેઝર્સ સેન્ટરના સંશોધનમાં અમને અત્યાર સુધીમાં જોવા મળ્યુ છે કે, 35 ડિગ્રીથી વધારે તાપમાન અને ભેજ સપાટી પર અને હવાલમાં વાયરસના જીવીત રહેવાની ક્ષમતા અડધી કરી દે છે. 18 કલાક સુધી જીવતો રહી શકતો વાયરસ ગણતરીની મિનિટોમાં ખતમ થઈ શકે છે. આમ તાપમાનમાં જો વધારો થાય તો વાયરસ માટે તે નુકસાનકારક થઈ શકે છે. ગરમી જેવી સ્થિતિ કોરોનાનો પ્રસાર અટકાવી શકે છે.

જોકે આ સ્ટડીને હજી સુધી પ્રકાશિત કરાયો નથી. જેના કારણે બીન સરકારી વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો માટે તેના પર ટિપ્પણી કરવાનુ મુશ્કેલ બન્યુ છે.

મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે, લેબોરેટરીમાં થયેલા પરીક્ષણના પ્રાકૃતિક સ્થિતિમાં એટલા જ અસરકારક પરિણામ મળી શકશે કે કેમ.. ટેકસાની એક યુનિવર્સિટીના વૈજ્ઞાનિક બેન્જામીનનુ કહેવુ છે કે, પરિક્ષણ કેવી રીતે કરાયુ હતુ તે જાણવુ જરુરી છે. કારણકે વાયરસની ગણતરી માટે અલગ અલગ રીત હોય છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bAmH7t
via Latest Gujarati News

Post a Comment

0 Comments