દિલ્હીમાં કોરોનાના ચાર દર્દીઓ પર પ્લાઝમા થેરાપી સફળ થવાના અણસાર

નવી દિલ્હી, તા.24 એપ્રિલ 2020, શુક્રવાર

કોરોનાની મહામારી વચ્ચે દિલ્હીમાં પ્લાઝમા થેરાપીના સારા પરિણામ મળ્યા હોવાનો દાવો દિલ્હી સરકારે કર્યો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહયુ હતુ કે, ચાર દર્દીઓ પર તેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેના સારા પરિણામ હાલમાં મળી રહ્યા છે.જોકે તેને હાલમાં કોરોનાની સારવાર તરીકે જોવાની જરુર નથી.

દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં આ ચાર દર્દીઓની સારવાર ચાલી રહી છે. કેજરીવાલની સાથે આવેલા ડો.સરીને કહયુ હતુ કે, ચારમાંથી બે દર્દી આગામી દિવસોમાં ઘરે જઈ શકશે. આ પહેલા તેમને વેન્ટિલેટર પર મુકવા પડે તેવી સ્થિતિ હતી.હવે તેમને સાધારણ વોર્ડમાં સિફ્ટ કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યુ હતુ કે, કોરોનાથી સાજા થયેલા દર્દીઓ જે હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છે તેમણે પ્લાઝમા આપવા માટે આગળ આવવુ જોઈએ. જો તેઓ તૈયાર થતા હશે તો સરકાર તેમના માટે આવવા જવાની વ્યવસ્થા કરશે. પ્લાઝમા ડોનેટ કરવામાં કોઈ સાઈડ ઈફેક્ટ નથી.

પ્લાઝમા થેરાપીને એન્ટી બોડી થેરાપી પણ કહેવાય છે. કોરોનાની બીમારીમાંથી સાજા થયેલા દર્દીના શરીરમાં વાયરસ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. આ એન્ટીબોડી સાજા થયેલા દર્દીના શરીરમાથી નીકાળીને બીમાર દર્દીના શરીરમાં દાખલ કરવામાં આવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bBELht
via Latest Gujarati News

Post a Comment

0 Comments