મહારાષ્ટ્રમાં ૧૨ દિવસમાં કોરોનાના કેસ વધ્યા પણ તે સામે મરણદર ઘટયો



મુંબઇ, તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર

મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ (કોરોના વાઇરસ) માટેનો ટેસ્ટ કરવાના પ્રોટોકોલ (નિયમ)માં ફેરફાર કરાયા બાદ છેલ્લા ૧૨ દિવસમાં કોવિડનો મરણદર (ડેથ રેટ) ઘટીને ૪.૪ ટકાનો થયો હતો. અગાઉ ૭.૪ ટકાનો ડેથ રેટ હતો. જો કે, આ ડેથ રેટની તુલનાએ વધુ છે અને આરોગ્ય અધિકારીઓ તે હજુ પણ ઘટે તે માટે પ્રયત્નશીલ છે.

આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ અન્ય બિમારીઓ (જેવી કે ડાયાબિટીસ તથા હૃદયરોગ) ધરાવતા કોરોનાના દરદીઓની ભાળ મેળવવાનું વહેલાસર (૧૨મી એપ્રિલથી) શરૃ કરવાથી આવા દરદીઓને કોરોનાની સારવાર સમયસર આપી શકાઇ છે. પરિણામે તેમના સાજા (રિકવરી) થવાની શક્યતા વધી છે.

રાજ્યમાં કોરોનાના લક્ષણો જણાતા ન હોય તેવા હાઇરિસ્ક (ચેપ લાગવાનું ભારે જોખમવાળા) લોકોના ટેસ્ટ માટેના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાના લક્ષણો ન હોય પરંતુ ૩૪ સપ્તાહ કે તેથી વધુ સમયની ગર્ભાવસ્થા હોય કે ડાયાલિસિસ કે કિમોથેરાપીની સારવાર લેતા હોય તેવા લોકોના જ ટેસ્ટ કરવામાં આવે છે.

આ સિવાયના કોરોનાના લક્ષણો ન હોય તેવા સંદગ્ધિ દરદીઓને તેમના ઘરે જ ક્વોરન્ટીન (સંસર્ગબંધી) કરવામાં આવે છે. તેઓ કોરોના વિષાણુઓના સંપર્કમાં આવ્યા તેના પાંચ દિવસ બાદ જ તેમનો ટેસ્ટ કરી શકાય.

૧૨મી એપ્રિલે કોરોનાના ૧,૯૯૬ દરદીમાંથી ૧૪૮નાં મોત થયા હતા. ગઇકાલ (ગુરુવાર) રાત સુધીમ  રાજ્યમાં કોવિડના ૬,૪૨૭ કેસ અને ૨૮૩નાં મોત નોંધાયા હતા.  છેલ્લા ૧૨ દિવસમાં મુંબઇમ  પણ કેસની સંખ્યા વધી છે. પણ મરણાંક ટકાવારી ઘટી છે. ૧૨મી એપ્રિલે ૧,૩૯૯ કેસ હતા જે વધીને ૨૩મી એપ્રિલે ૪,૨૦૫ થયા હતા. તે સામે ડેથ રેટ ૭.૦૭ ટકાનો હતો તે આજ સમય ગાળામાં ઘટીને ૩.૯ ટકાનો થયો હતો.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VDj9Mq
via Latest Gujarati News

Post a Comment

0 Comments