ડયુટી પર પહોંચવા માટે બસ કંડકટર ૨૧ કિલોમીટર દોડયો



મુંબઈ,તા.22, એપ્રિલ, 2020, બુધવાર

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએમઆરટીસી)ના કર્મચારી કંડકટરે  મનોરથી પાલઘર ડયુટી પર પહોંચવા માટે ૨૧ કિલોમીટર ભાગવાની ફરજ પડી હતી.

દેવીદાસ જયસિંગરાઠોડ (૫૫) નામના કંડકટર હાલ મનોરમાંરહે છે. તેમને તબીબ તેમ જ નર્સને  કેઈએમ હોસ્પિટલ પહોંચાડવા  દરરોજ સવારે છ વાગ્યે ડયુટી પર પહોંચવું પડે છે. દરરોજ તેઓ અહીંથી પસાર થતી ટ્રક પાસેથી મદદ લઈ પહોંચી જતા હોય છે.  પરંતુ રવિવારે તેમને કોઈ ટ્રક ન મળતા  તેમણે ભાગીને ડયુટી પર હાજર થવાનું નક્કી કર્યું હતું.

તેમને ભાગવાનો પહેલેથી શો ખ છે હવે તેમણે ઘણી મેરેથોનમાં પણ ભાગ લીધો  છે તેમણે યુનિફોર્મ કાઢીને બેગ અને ભાગવા માટે અનુકુળ  હોયતેવા કપડાં  અને પાણી તેમજ ગ્લુકોઝની બોટલ સાથે લઈ ભાગવાનું શરૃ કર્યું હતું.  અને પાલઘર પહોંચીને તેઓ ફટાફટ કપડાં બદલી તૈયાર થઈ બસમાં હાજર થઈ ગયા હતા. ત્યારબાદ  પાલઘરના ડેપોના મેનેજરે રાઠોડનું સન્માન કરી તેમની ફરજ નિષ્ઠાને બિરદાવી હતી.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VKKtHi
via Latest Gujarati News

Post a Comment

0 Comments