
મુંબઈ,તા.22 એપ્રિલ, 2020, બુધવાર
મહારાષ્ટ્ર પોલીસની સાયબર ટીમે સોશિયલ મિડિયા પર કોરોના વાયરસના ખોટા સંદેશાઓ પોસ્ટ કરવા બદલ ૨૫૧ ગુના નોંધ્યા છે. ૨૨મી માર્ચે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન બાદ આ કાર્યવાહી કરાઈ છે.
૨૫૧ કેસમાંથી ૧૧૨ કેસ વિવાદાસ્પદ વોટસએપના સંદેશાઓ ફોરવર્ડ કરનારાઓ પર નોંધાયા હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.
સાયબર પોલીસને સૌથી વધારે ખોટા સંદેશા અને અફવાઓ વોટસ એપ પર ફેલાતી હોવાનું જણાયું હતું.
૮૭ ગુના બીજા સોશિયલ મિડિયા પણ પ્લેટફોર્મ પર નોંધાયા હતા.
ખોટા સંદેશા, અફા, ફેક સમાચાર અને કોમી રમખાણ મચી શકે તેવા વિવાદાસ્પદ સંદેશા ફોટા તેમ જ વિડિયો મોકલવા બદલ પોલીસે અત્યાર સુધીમાં ૫૦ વ્યક્તિની ધરપકડ કરાઈ છે તે સિવાય ૨૨મી માર્ચથી અત્યાર સુધીમાં સોશિયલ મિડિયાના વિવિધ પ્લેટફોર્મ પરથી વિવાદાસ્પદ ૩૧ પોસ્ટ પણ હટાવી દેવાઈ છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cAB3EU
via Latest Gujarati News
0 Comments