
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.22, એપ્રિલ, 2020, બુધવાર
મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના રોગચાળો દિવસેને દિવસે વકરતો જાય છે અને કોરોનાગ્રસ્તોની સંખ્યા વધતી જતી હોવાની રાજ્ય સરકાર દ્વિધામાં પડી છે. કારણ કે આરોગ્ય યંત્રણા યુદ્ધના ધોરણે સારવાર તેમજ ઉપાયયોજના કરવા છતાં કોરોના નિયંત્રણમાં આવતો નથી. આજે રાજ્યમાં નવા ૪૩૧ દરદી નોંધાતા કોરોના ગ્રસ્તોની સંખ્યા વધીને ૫૬૪૯ થઇ છે. જ્યારે મુંબઇમાં નવા ૩૦૯ દરદી નોંધાતા શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૭૫૪ નોંધાયો છે. આમ મુંબઇમાં વધી રહેલા દરદીની સંખ્યાને પગલે મુંબઇ મહાનગર પાલિકા પણ ચિંતામાં પડી ગઇ છે.
રાજ્યમાં આજે ૧૮ જણે જીવ ગુમાવ્યો હતો. આથી મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોનો મરણાંક ૪૨૮ ઉપર થયો છે. આ સિવાય આજે ૬૭ દરદી સાજા થતા તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કર્યા હતા. આથી અત્યાર સુધી રાજ્યમાં ૭૮૯ કોરોના દરદી સાજા થતાં હોસ્પિટલથી ઘરે જવા દીધા છે.
આજે મૃત પામેલા ૧૮ જણ પૈકી મુંબઇમાં ૧૦, પુણેમાં ૨, ઔરંગાબાદમાં ૨, કલ્યાણ- ડોંબિવલીમાં ૧, સોલાપુરમાં ૧, જળગાંવમાં ૧, અને માલેગાંવમાં ૧દરદીનો સમાવેશ થાય છે. મૃત્યુ પામેલામાં ૧૪ પુરુષ અને ચાર મહિલાનો સમાવેશ થાય છે. આ સિવાય ૧૮ મૃતકોમાં ૬૦ વર્ષથી વધુ પાંચ દરદી, ૪૦ વર્ષ ૫૯ વર્ષની વચ્ચે ૧૨ જણ, અને ૪૦ વર્ષની નીચેના એક દરદીનો સમાવેશ થાય છે. એમ રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.
મુંબઇમાં કોરોના દરદીની સંખ્યામાં દરરોજ વધારો થાય છે. આજે મુંબઇમાં નવા ૩૦૯ દરદી નોંધાયા હતા. આથી મુંબઇમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૩૭૪૫ થયો છે. મુંબઇમાં ૧૦ જણ મૃત્યુ પામ્યા હતા. આથી શહેરમાં મરણાંક વધીને ૧૬૧ થયો છે, એમ પાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસ ડો. દક્ષા શાહેએ જણાવ્યું હતું.
આજે શહેરમાં કોરોનાના નવા ૩૦૮ શંકાસ્પદ દરદી મળી આવ્યા હતા. તેઓને પાલિકાની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. અત્યાર સુધી શહેરમાં નવા ૭૩૨૮ શંકાસ્પદ દરદીને સારવાર અપાઇ છે, એમ ડો. દક્ષા શાહે ઉમેર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ywxh0J
via Latest Gujarati News
0 Comments