
મુંબઈ,તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
કોરોનાના વધતા ઉપદ્રવની સ્થિતિ વચ્ચે રેડ ઝોનમાં મૂકાયેલાં મુંબઈ, પુણે અને થાણેમાં લોકડાઉનની મુદત ૧૫મી મે સુધી લંબાવવાનું મહારાષ્ટ્ર સરકાર વિચારી રહી છે. આ સાથે જ જ્યાં કોરોનાના વધુ કેસ ન હોવાથી ગ્રીન ઝોનમાં મૂકાયેલા વિસ્તારોમાં ત્રીજી મે પછી લોકડાઉન ઉઠાવી લેવાની શક્યતા પણ સરકાર તપાસી રહી છે.
વડાપ્રધાન મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સિંગથી રાજ્યના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. ખાસ તો કોરોનાની શું સ્થિતિ છે અને કયા વિસ્તારોમાં લોકડાઉનચાલું રાખવાની અને કયા વિસ્તારોમાં ઉઠાવી શકાય એમ છે, એ વિશે વિચાર વિમર્શ કર્યો હતો.
વડાપ્રધાન સાથેની ચર્ચા બાદ મહારાષ્ટ્રનો ઈરાદો રેડ ઝોનમાં આવેલાં મુંબઈ, થાણે, પુણેમાં લોકડાઉનની મુદ્દત ૧૫મી મે અથવા ૧૮મી મે સુધી લંબાવવાનો છે. જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે, ત્યાં લોકડાઉન ઉઠાવી લેવાની તેમજ ઓરેન્જ ઝોનના વિસ્તારોમાં આંશિક રીતે ઉઠાવી લેવાની વિચારણ થઈ રહી છે. ત્રીજી મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થયા બાદ ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કઈ શરતોને આધિન છૂટછાટ અપાશે, તેની ગાઈડલાઈન સરકાર તૈયાર કરશે. બાકી રાજ્યમાં ત્રીજી મે પહેલાં લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહીં અપાય એવી સ્પષ્ટતા આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કરી હતી.
ગ્રીન ઝોનમાં વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિ શરૃ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી માર્ગદશકા આપવામાં આવી છે. તેને આધારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે. આ સાથે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૃ કરવા અંગે આ અઠવાડિયે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xiiSoL
via Latest Gujarati News
0 Comments