મુંબઈમાં કોરોનાનો કહેર યથાવત: કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને ૧,૨૧૨



મુંબઈ,તા.28 એપ્રિલ, 2020, મંગળવાર

 મુંબઈમાં કોરોના મહામારીને નાથવા તમામ પ્રયાસો થઈ રહ્યા હોવા છતાં કોવિડ-૧૯નો ઉપદ્રવ કાબૂમાં આવતો નથી. રોજેરોજ દરદીની સંખ્યા વધતી જાય છે. છેલ્લાં ૪૮ કલાકમાં મુંબઈના કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યામાં ૧૭૬નો ઉમેરો થયો હતો. આ સાથે જ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા વધીને ૧,૨૧૨ થઈ છે.

જ્યારે કોઈ મકાન કે વિસ્તારમાંથી નવા કોરોનાના દરદીની નોંધ થાય ત્યારે એ મકાનની આસપાસના પરિસરને અથવા એરિયાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે.

આ કન્ટેન્મેન્ટ ઝોન ઉપર સ્થાનિક વોર્ડ ઓફિસર નજર રાખે છે. આ ઝોનને માટે કલર કોડ નક્કી કરવામાં આવ્યા છે. બિલ્ડીંગો માટે બ્લ્યુ, ગ્રીન વિસ્તાર માટે ઓરેન્જ અને રેડ કલર કોડ નક્કી કરાયા છે. આ વિસ્તાર સીલ કરી ચાંપતી નજર રખાય છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zy19dw
via Latest Gujarati News

Post a Comment

0 Comments