
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા. 28, એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઈ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂત ભૂષણ ધર્માધિકારી નો કાર્યકાલ ગઈકાલે, ૨૭ એપ્રિલ ૨૦૨૦ ના દિવસે પૂર્ણ થતા આજે મુંબઈ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂત તરીકે વરિ ન્યાયમૂત દીપાંકર દત્તા એ શપથ લીધા હતા. રાજભવનમાં થયેલા શપથવિધિ કાર્યક્રમમાં રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી એ દીપાંકર દત્તા ને મુખ્ય ન્યાયમૂત તરીકે શપથ આપી. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ, વિધાનસભા ના અધ્યક્ષ નાના પટોલે, રાજશિષ્ટાચાર પ્રધાન આદિત્ય ઠાકરે, મુખ્ય સચિવ અજોય મેહતા, ન્યાં. દત્તા ના પરિવારજનો, મુંબઈ હાઇકોર્ટ ના ન્યાયાધીશ, વધારાના મુખ્ય સચિવ (ગૃહ) સંજયકુમાર, એડવોકેટ જનરલ આશુતોષ કુમ્ભકોણી, પોલીસ મહાસંચાલક સુબોધ જયસ્વાલ, મુંબઈ ના પોલીસ કમિશ્નર પરમબિર સિંહ આ સમયે હાજર હતા. ૯ ફેબ્આરી ૧૯૬૫ ના દિવસે જન્મેલા ન્યાં. દીપાંકર દત્તા એ ૧૬ નવેમ્બર ૧૯૮૯ ના દિવસે વકીલ તરીકે કામનો પ્રારંભ કર્યો. તેમણે કોલકાતા હાઇકોર્ટ, ગુવાહાટી હાઇકોર્ટ, ઝારખંડ હાઇકોર્ટ તેમજ અમુક સમયે સર્વોચ્ચ અદાલત એવી કુલ ૧૬ વર્ષ સેવા ભજવતા દીવાણી, બંધારણીય, કામગાર, સેવા, શિક્ષણ, અને વાહતુક એવા મુદ્દાઓ ઉપર ના પ્રકરણો માટે વકીલ તરીકે આપણા અભિપ્રાય આપ્યા /ચુકાદા આપ્યા. બંધારણીય વિવાદ પ્રકરણનો તેમજ દીવાણી જેવા પ્રકરણોનો તેમનો વિશેષ અભ્યાસ છે. ૨૨ જૂન ૨૦૦૬ ના દિવસે તેમની કોલકાતા હાઇકોર્ટ માં કયામસ્વરૃપે ન્યાયાધીશ તરીકે નિમણુંક કરવામાં આવી. મુંબઈ હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂત ભૂષણ ધર્માધિકારીનો કાર્યકાલ ૨૭ એપ્રિલ ૨૦૨૦ ના દિવસે પૂર્ણ થતા એમના અનુગામી તરીકે ન્યાયમૂત દીપાંકર દત્તા ની નિમણુંક કરવામાં આવી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bOkEwT
via Latest Gujarati News
0 Comments