
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
ધારાવીમાં કોરોના બેકાબૂ બની ગયો છે. આજે એક દિવસમાં ધારાવીમાં કોરોનાના નવા ૪૨ દરદી નોંધાતા અહીં સંખ્યા વધીને ૩૩૦ થઇ છે. જ્યારે ૪ જણનો ભોગ લેતા મરણાંક ૧૯ ઉપર પહોંચ્યો છે. આથી ધારાવીમાં રહેવાસીઓમાં હાહાકાર મચી ગયો છે.
આ સિવાય આજે માહિમ વિસ્તારમાં પાંચ અને દાદરમાં ૪ કોરોનાના દરદી મળી આવ્યા હતા. આથી પાલિકાના જી/નોર્થ વોર્ડમાં ત્રણ વિસ્તાર મળીને ૫૧ દરદી નોંધાયા છે. આથી પાલિકાનો આરોગ્ય વિભાગ ચિંતામાં ડૂબી ગયો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zy3SDM
via Latest Gujarati News
0 Comments