
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.28 એપ્રિલ, 2020, મંગળવાર
મુંબઇગરાની બીજી લાઇફ લાઇન ગણાતી બેસ્ટ ઉપક્રમની બસ સેવાના ૧૫ કર્મચારીઓ કોરોનાના સકંજામાં સપડાયા છે. અને એક કર્મચારીનું મોત થયું હતું. આ સિવાય ૨૫૦ કર્મચારીઓને હોમ કવોરન્ટીન કર્યા છે. જ્યારે ૪૦૦ જેટલા કર્મચારીઓને કોરોનાના દરદી નથી. પણ હૃદયરોગ, ડાયાબીટીસ તથા કેન્સર જેવી અનેક ગંભીર બીમારી ધરાવતાને આરોગ્યની કાળજી તરીકે ફરજ નહિ આપવા એટલે કે રજા આપી છે. જ્યારે ૪૦૦ વિકલાંગ કર્મચારીઓને પણ તેમના આરોગ્યની કાળજી તરીકે એકાદ બે દિવસથી રજા અપાશે, એમ બેસ્ટ ઉપક્રમના આરોગ્ય વિભાગના ચીફ હેલ્થ ઓફિસર અનિલકુમાર સિંગલે 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું.
કોરોનાના ચેપમાં પોઝીટીવ ૧૫ કર્મચારીઓ પૈકી ૭ કન્ડકટર, ૪ ડ્રાઇવર અને ચાર કર્મચારી ગેરજમાં કામ કરનારા છે. આ કર્મચારીઓ પૈકી ૬૦ ટકા કર્મચારીઓ મુંબઇની બહાર દૂર વસતા છે, એમ ડૉ. સિંગલે જણાવ્યું હતું.
આ ૧૫ કર્મચારીઓના સંપર્કમાં આવેલા ૨૫૦ કર્મચારીઓને હોમ કવોરન્ટીન કરાયા છે. તેમના રહેણાંક તથા આસપાસના વિસ્તારને સીલ કરાયો છે. બેસ્ટ ઉપક્રમમાં કામ કરતા ૪૦૦ જેટલા કર્મચારીઓ કોરોનાના દરદી નથી પણ તેઓ વિવિધ ગંભીર બીમારીમાં સપડાયેલા અને મુંબઇની બહારથી કલ્યાણ, ડોમ્બિવલી જેવા દૂરના વિસ્તારથી આવતા હોવાથી તેઓના આરોગ્યની કાળજી પેટે રજા અપાઇ છે. તદઉપરાંત બેસ્ટ ઉપક્રમના ૪૦૦ થી વધુ વિવિધ વિભાગમાં કામ કરતા વિકલાંગ કર્મચારીઓને પણ એકાદ બે દિવસમાં રજા અપાશે, એમ ડૉ. સિંગલે જણાવ્યુ ંહતું.
બેસ્ટ ઉપક્રમની તમામ પ્રોપર્ટી તથા બસોને દરરોજ જંતુરહિત કરવા યમુજનરેશન કોટનરી એમોનિયમનો છંટકાવ કરાય છે. એવો દાવો તેમણે કર્યો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aNJjQT
via Latest Gujarati News
0 Comments