મુંબઇમાં કન્ટેનમેન્ટ ઝોનમાંના કુલ લોકો પૈકી અડધોઅડધ એકલા ધારાવીના



મુંબઇ, તા.28 એપ્રિલ, 2020, મંગળવાર

માત્ર આ મહાનગરના જ નહીં પરંતુ એશિયાના પણ સૌથી મોટા ઝૂંપડપટ્ટીના વિસ્તાર તરીકે જાણીતા ધારાવીના લગભગ નવ લાખ રહિશો પૈકી લગભગ ૧૫ ટકા લોકો હાલ કોવિડ-૧૯ના ફેલાવાને અટકાવવા જાહેર કરાયેલા કન્ટેનમેન્ટ ઝોન (અવરજવર પર નિયંત્રણવાળા વિસ્તારો) વસેલા છે.

આનો અર્થ એકે અત્યારે મુંબઇના કન્ટેનમેન્ટ ઝોનમાં આવરી લેવાયેલા કુલ લોકોમાંના અડધોઅડધ ધારાવીના વિવિધ કન્ટેનમેન્ટ ઝોનના છે.

ગઇકાલે ધારાવીના વધુ ૧૬ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. આમાં મુંબઇ મહાનગર પાલિકાના વિનંતીથી ઝૂંપડાંવાસીઓનું કોરોના માટે ટેસ્ટિંગ કરતા ૨૪ ખાનગી ડોક્ટરોમાં ત્રણ ડોક્ટરોનો સમાવેશ થાય છે. ધારાવીમાં કોવિડના ૨૮૮ કન્ફર્મડ કેસ તથા ૧૪ જણના મોત નોંધાયા છે.

કોરોના વિષાણુઓ ફેલાતા અટકાવવા માટેની ઝુંબેશમાં ધારાવીના સાર્વજનિક શોચાલયો મોટો પડકાર બન્યો છે. આ શૌચાલયો કોન્ટેક્ટ (વિવિધ લોકોના સંસર્ગ)ના પોઇન્ટસ પુરવાર થયાં છે. દર ૨૨૫ આવાસ દીઠ ૩૦થી ૫૦ શૈચાલયો છે. જેનો ઉપયોગ રોજ ૧૫૦-૨૦૦ લોકો કરે છે. પાલિકાના સહાયક કમિશનર કિરણ દિધવાકરે કહ્યું હતું કે પ્રત્યેક વખતના ઉપયોગ બાદ પ્રત્યેક શૌચાલયને જંતુમુક્ત કરવું શક્ય નથી.

વોર્ડ સત્તાવાળાઓ સપ્તાહમાં બે વખત વોટરટેન્કરો દ્વારા શૌચાલયોની સાફસફાઇ કરે છે. વિવિધ સંસ્થાઓ દ્વારા શૌચાલયના ઉપયોગ બાદ હાથ ધોવા અપાતા સાબુની ઉઠાંતરી થાય છે. 

ઘારાવીની વસતિની ગીચતા એક મોટો પડકાર છે. દિઘવકરે વધુમા કહ્યું હતું કે ધારાવીના હાઇ રિસ્ક ઝોનમ ની પ્રત્યેક વ્યક્તિને શાસકીય ક્વોરન્ટીન સેન્ટરોમાં રાખવી શક્ય નથી. હાલમાં મુંબઇના ૨.૫ લાખ લોકો કોવિડ-૧૯ કન્ટેનમેન્ટ ઝોનમાં છે. આમાના ૧.૨૫ લાખ લોકો તો એકલા ધારાવીના જ છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2yQkma3
via Latest Gujarati News

Post a Comment

0 Comments