લોકોએ ભયના માર્યા પડાપડી કરતાં પાલિકાએ સેમ્પલોનું હોમકલેક્શન બંધ કર્યું



મુંબઇ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર

મુંબઇ મહાનગર પાલિકાએ ૯૦ ટકા કેસોમાં કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલોનું હોમ કલેક્શન (ઘેરબેઠાં એકત્રીકરણ) બંધ કર્યું છે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે પછી જે લોકોને ટેસ્ટ કરાવવો હોય તેઓ નજીકના ફીવર (તાવ માટેના) ક્લિનિકોમાં જાય જ્યાં ટેસ્ટિંગ વિનામૂલ્યે થશે અને તેઓ ઇચ્છે તો ટેસ્ટિંગ માટે ખાનગી લેબોરેટરીમાં જઇ શકે છે.

પાલિકાએ તેના સેમ્પલ કલેક્શન મ ટેના નિયમો બદલ્યા તે બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે તથા તેણે ડોર ટુ ડોર સેમ્પલ કલેક્શન બંધ કરવાનો આદેશ ખાનગી લેબોરેટરીઓને પણ આપ્યો છે.

જાણવા મળ્યું છે કે ખાનગી લેબોરેટરીઓએ એકત્રીત કરેલાં સેમ્પલોનો ઢગલો થતો જાય છે. પરિણામે ટેસ્ટ બાકી હોય તેથી અનિર્ણીત રહેલા કેસોનો ભરાવો થતો જાય છે. તથા ટેસ્ટ રીપોર્ટસ આપવામાં વિલંબ થાય છે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

ચાર સરકારી લેબોરેટરીઓ છે અને તેમાં રોજ ત્રણ હજારથી અધિક સ્વેબ સેમ્પલોનું ટેસ્ટિંગ થાય છે બીજી તરફ ખાનગી લેબોરેટરીઓ ૨,૫૦૦ સેમ્પલોનો ટેસ્ટ કરી શકે છે. પરંતુ તેઓ તેમની ક્ષમતાથી પણ વધુ સેમ્પલો એકત્રીત કરે છે. આ કારણે પાલિકાને હોમ કલેક્શન બંધ કરવાનો નિર્ણય લેવો પડયો છે.

ખાનગી લેબોરેટરીઓ ટેસ્ટિંગના નિયમોનું ઉલ્લંઘન કરે છે તથા સમયસર રીપોર્ટ આપતી નથી એવી અનેક ફરિયાદો મળ્યાનું વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.

જો કે, કોઇ વ્યક્તિને ટેસ્ટિંગની તાકીદે જરૃર હશે તો પાલિકા તે માટેની વ્યવસ્થા કરશે. અનેક કેસોમાં ધ્યાનમાં આવ્યુ છે કે કોરોનાના કોઇ લક્ષણ ન હોય તેવા લોકો માત્ર ભયના માર્યા હોમ કલેક્શન માટે સંપર્ક સાધે છે એમ તેમણે ઉમેર્યું હતું.

કોરોનાના લક્ષણો છે પણ ટેસ્ટ માટે ઘરબહાર જઇ શકાય તેમ નથી એવું લાગતું હોય તેવા નાગરિકો હેસ્પલાઇન ફોન નબર ૧૯૧૬ પર સંપર્ક સાધી શકે છે. એમ પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zBclpM
via Latest Gujarati News

Post a Comment

0 Comments