
મુંબઇ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર
કેન્સરના દરદીઓ કિમોથેરપિ કે રેડિયેશન માટે આવે ત્યારે પ્રત્યેક વખતે તેઓ કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)નો ટેસ્ટ કરાવીને જ આવે એવો આગ્રહ મુંબઇની કેટલીક હોસ્પિટલો રાખતી હોવા સાથે કેન્સરની સારવાર મોંઘી બની છે
ખરેખર તો કેન્દ્રની માર્ગદશકા મુજબ કોરોનાના લક્ષણો હોય તેવા જ દરદીઓએ ટેસ્ટ કરાવવાનો હોય છે પરંતુ ટેસ્ટ બાબતે પ્રત્યેક હોસ્પિટલનો અલગ અલગ આગ્રહ હોય છે.
પશ્ચિમના પરાના કેન્સરના એક દરદીએ જણાવ્યુ હતું કે મધ્ય મુંબઇની એક હોસ્પિટલે મને દર સપ્તાહે કેન્સરની સારવાર માટે જતાં પહેલા કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું હતું. કિમોથેરપિની સારવાર ખાતે ખર્ચાળ છે ત્યારે દર અઠવાડિયે કોરોના ટેસ્ટના રૃ. ૪,૫૦૦ ચૂકવવાનું ભારે પડે.
જ્યારે ટાટા મેમોરિઅલ સેન્ટરનો અભિગમ આથી તદ્દન ઉલટો છે. આ હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના વડા ડો. શ્રીપાદ બનવાલીએ કહ્યું હતું કે પ્રત્યેક દરદીનો વિગતવાર હિસ્ટરી રાખવામા આવે છે. તે મુજબ તાવ, ખાંસી તથા શ્વાસની તકલીફ જેવા લક્ષણો માટે દરદીને તપાસવામાં આવે છે. આવા લક્ષણો જણાય તો અમે તે દરદીના સોળે સેમ્પલ ટેસ્ટ માટે મોકલીયે છીએ. અલબત્ત, શક્રિયાકરવાની હોય તેવા દરદીનો કોરોના ટેસ્ટ અમે અચૂક કરીએ છીએ.
કેન્સરના તથા ડાયાલિસિસ્ટના બધા દરદીઓ માટે આ ટેસ્ટ જરૃરી નહીં હોવાનો પુનરોચ્ચાર કરતા મુંબઇ મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા દરદીમાં કોરોનાના લક્ષણ હોય તો જ તેણે ટેસ્ટ કરાવવો જોઇએ. અન્યથા તેમની સારવાર પહેલા તેમનું સ્ક્રિનિંગ કરવું જરૃરી છે એમ અમારા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WfoTuC
via Latest Gujarati News
0 Comments