
મુંબઇ, તા.29 એપ્રિલ, 2020, બુધવાર
મહાનગર મુંબઇમાં સૌ પ્રથમ વખત કોવિડ-૧૯ (કોરોનાવાઇરસ)ના એક બાવન વર્ષીય દરદીને પ્લાઝમ થેરપિની સારવાર શરૃ કરવામાં આવી છે. પરંતુ આ પછી પણ તેની તબિયતમાં કોઇ ફરક પડયો ન હોવાથી હવે તેને પ્લાઝમાનો વધુ ડોઝ આપવા (ચડાવવા)માં આવશે નહીં. આ દરદી સતતપણે નાજુક સ્થિતિમાં છે અને તેને વેન્ટિલેટર પર રખાયો છે.
પ્લાઝમ નો પ્રારંભિક ડોઝ દરદીને અપાયા બાદ તેનું કોઇ પરિણામ ન મળતાં હવે વધુ પ્લાઝમાં આપવાનો વિચાર અમે પડતો મૂક્યો છે. તેને સેપ્ટિસીમિયા (લોહીમાં વિષાણુ ભળવા)ની તકલીફ થઇ છે અને તે કોરોનાના દરદી પરના અનેક દુસ્પ્રભાવોમાંના એક સાયટોકાઇન સ્ટોર્મથી પીડાય છે. પ્લાઝમાં કોઇ ચમત્કારીક થેરપી નથી. તેનો ઉપયોગ માત્ર પ્રાયોગિક ધોરણે જ થાય ચે. એમ પ્લાઝમાં થેરપિની કોરાના દરદી પર અજમાયશ કરનારી લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર વી. રવીશંકરે જણાવ્યું હતું.
સાયટોકાઇન એટલે શરીરની રોગપ્રતિકાર શક્તિમાં પેદા થતી આપવસ્થા આ તકલીફ થાય ત્યારે શરીરની રોગ પ્રતિકાર વ્યવસ્થા વિષાણુઓ સામે લડવાને બદલ શરીર પર જ ધાત (હુમલો) કરે છે. પરિણામે શરીરનાં મહત્વનાં અંગો નિષ્ફળ જાય છે.
રવીશંકરે કહ્યું હતું કે દરદીને પ્લાઝમાંનો ડોઝ અપાયો તે અગાઉથી જ તેને સેપ્ટિસીમિયા તથા સાયટોકિન સ્ટોર્મ એમ બંને તકલીફો હતી. આ દરદીને સૌ પ્રથમ ડોઝ ૨૫મી એપ્રિલે અપાયો હતો. એન્ટીબોડીઝ (રોગ પ્રતિકારકો)ની અસરો થોડાક કલાકોમાં જ દેખાવા માંડે છે. પરંતુ આ કેસમાં અમને કોઇ સુધારો જણાયો ન હતો. એમ તેમણે ઉમેર્યું હતું.
આ થેરપિમાં સાજા થયેલા દરદીનું લોહી મેળવી તેમાંથી પ્લાઝમાં છૂટું પાડી સારવાર હેઠળના દરદીને આપવામાં આવે છે. જેથી દરદીની રોગ પ્રતિકારક ક્ષમતા વધે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bVDgv2
via Latest Gujarati News
0 Comments