પીપીઈના સુરક્ષા કવચ વિના અમને કોવિદ-૧૯ના દર્દીઓની સારવારમાં મુકાય છેઃ નર્સિંગ સ્ટુડન્ટસ



મુંબઈ,  તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર

સાયન હોસ્પિટલ તરીકે વધુ જાણીતી લોકમાન્ય ટિળક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલની નર્સિંગ કોર્સની ર્વિદ્યાર્થીનીઓ (નર્સિંગ સ્ટુડન્ટસ)એ પોતાની સુરક્ષા માટે ચિંતા દર્શાવી છે. એટલા માટે કે સાયન હોસ્પિટલની ૧૭ નર્સિંગ સ્ટુડન્ટસે ક્રોસ- ટ્રાન્સમિશનથી કોવિદ-૧૯નો ચેપ લાગી ચુક્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે જીવનું જોખમ હોવા છતાં હોસ્પિટલ પ્રશાસન અમને કોરોનાના દર્દીઓની સારવાર કરવાની ફરજ પાડે છે.

અત્રે નોંધવું ઘટે કે બીવાયએલ નાયર અને કેઈએમ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરો, નર્સો અને બીજા સ્ટાફરોમં કોરોના વાયરસના કેસ નોંધાઈ ચુક્યા છે. પરંતુ સાયન હોસ્પિટલ બીએમસી સંચાલિત એકમાત્ર એવી હોસ્પિટલ છે, જ્યાં ઈન્ફેકશનના કેસની સંખ્યા વધીને ૧૭ થઈ છે. બીજા ૧૯ જણ ક્વોરન્ટાઈનમાં છે.

ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓને આઈસોલેશન વોર્ડસમાં રખાઈ હોવા છતાં નર્સિંગ સ્ટુડન્ટસે એવો દાવો કર્યો હતો કે હોસ્પિટલ સુરક્ષાના નિયમોનું ઉલ્લંધન કરીને એમના જીવ જોખમમાં મુકી રહી છે. 'શરૃઆતના દિવસોમાં અમને એન ૯૫ માસ્ટર અથવા બીજા પર્સનલ પ્રોટેકટીવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) વિના નોન- કોવિદ વોર્ડસમા ફરજ પર મુકાઈ હતી. થોડા વખતમાં અસિમ્પટમેટિક પેશન્ટસ મારફત ઈન્ફેકશન ફેલાવા માંડયું હતું', એમ નર્સિંગની બીજા વર્ષની એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું.

બીએમસીની ધારાવીની સોથી નજીક આવેલી હોસ્પિટલ હોવાથી સાયન હોસ્પિટલમાં કોવિદ-૧૯ના સૌથી વધુ કેસ આવ્યા છે. આ બધા કેસ ધારાવીની ઝુંપડપટ્ટીમાંથી જ આવ્યા છે.

વિદ્યાર્થીઓએ એવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો કે સ્ટાફની અછત હોવાથી કર્વોરન્ટાઈન્ડ વિદ્યાર્થીઓને પણ કોવિદના પેશન્ટસની સારવાર કરવાની ફરજ પડાય છે. આ વિદ્યાર્થીઓને ૧૪ દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પણ પુરો કરવા નથી દેવાતો. એટલે હવે બે સ્ટુડન્ટસમાં કોરોનાના લક્ષણો દેખાવા લાગ્યા છે', એમ ૧૮ વર્ષની ફર્સ્ટ યરની એક સ્ટુડન્ટે જણાવ્યું હતું.

'અમે તો માત્ર સ્ટુડન્ટસ છીએ. અમારી પાસે હેલ્થ ઈન્સ્યુરન્સ પણ નથી. અમને કામ કરવાનો વાંધો નથી પરંતુ અમને સેફટી કિટ્સ મળવી જોઈએ એમ એક બીજી સ્ટુડન્ટે જણાવ્યું હતું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2x3HzF8
via Latest Gujarati News

Post a Comment

0 Comments