
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.24, એપ્રિલ, 2020, શુક્રવાર
મહારાષ્ટ્ર સહિત દેશભરમાં લોકડાઉન શરૃ થયે આજે એક મહિનો પૂરો થયો છે. આ એક મહિનામાં સંપૂર્ણ દેશ કોરોનાના રોગચાળાના ભરડામાં લપેટાઇ ગયું છે. દેશની આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાના દરદીઓની સંખ્યા કૂદકે ભુસ્કે વધી રહી છે. માત્ર એક જ મહિનામાં મુંબઇમાં ૧૦૦ ગણા દરદીની સંખ્યા ઝપટામાં વધી જતાં હાહાકાર મચી ગયો છે. મુંબઇમાં હવે કોરોના રોગચાળો બેકાબૂ બની ગયો છે. શહેરના ૪૩૧ ઠેકાણે કોરોના દરદી મળી આવતાં ત્યાં સીલ કરાયા છે. એમાં વરલી, ધારાવી, ભાયખલા, ગ્રાન્ટરોડ, મલબાર હિલ, કુર્લા હોટસ્પોટમાં છે.
૨૪ માર્ચ ૨૦૨૦ના રોજ મુંબઇમાં ૫૮ દરદી પોઝીટીવ નોંધાયા હતા અને ચાર જણે જીવગુમાવ્યો હતો. આજે બરોપર એક મહિના બાદ ૨૩ એપ્રિલ ૨૦૨૦ના રોજ મુંબઇમાં ૪૨૩૨ દરદી અને ૧૬૮ જણે જીવ ગુમાવ્યો છે. એટલે કે એક મહિનામાં ૧૦૦ ગણા દરદી અને મૃતકોની કહેર નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાઇ ગયું છે.
કેન્દ્રીય આરોગ્ય વિભાગની નિષ્ણાત ટુકડી મુંબઇની મુલાકાત લીધી હતી. મુંબઇમાં હોટસ્પોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓના અંદાજ મુજબ મુંબઇમાં કોરોનાનો વિસ્ફોટ થશે. એટલે કે ૩૦ એપ્રિલ સુધી ૪૨ હજાર થી વધુ અને ૧૫ મે સુધી સાડા છ લાખ સુધી કોરોનાના દરદીઓની સંખ્યા વધશે, એવો અહેવાલમાં અંદાજ દર્શાવ્યો છે.
આ કારણસર સફાળી જાગેલી પાલિકાએ આ બિમારીને નાથવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. દરદીઓની સારવાર, ઇન્સ્ટીટયુશનલ ટેસ્ટિંગ, મોબાઇલ વેન થકી ટેસ્ટિંગ, હોમ કવોરન્ટીન, હોમ ફોર્મ વર્ક સહિત પ્રયાસો કર્યા છે. છતાં કોરોનાના પોતાના પત્રસેવારો વધુને વધુ ફેલાવી રહ્યો છે. આ કારણસર પાલિકા અવઢવમાં મૂકાઇ છે. ધારાવી પ્રત્યે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. છતાં દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KzE9NM
via Latest Gujarati News
0 Comments