કૂપર હોસ્પિટલમાં શંકાસ્પદ દરદીએ ૨૨ કલાક સુધી મૃતદેહ સાથે સમય વિતાવ્યો



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર

કોરોનાના દરદીઓની વધતી જતી સંખ્યા અને હોસ્પિટલના કર્મચારીઓમાં મનમાં બેસેલા ભયનો મોટો ફટકો મુંબઇ મહાનગર પાલિકાની હોસ્પિટલમાં આરોગ્ય સેવા પર પડી રહ્યો છે. કૂપર હોસ્પિટલમાં એક શંકાસ્પદ કોરોનાના દરદીને લગભગ ૨૨ કલાક મૃતદેહની બાજુમાં બેસીને સમય કાઢવાની આંચકાજનક માહિતી પ્રકાશમાં આવી છે.

કોવિડ-૧૯ના પોઝીટીવ અથવા શંકાસ્પદ દરદીના મૃતદેહને બે કલાકમાં નિકાલ કરવાનું આવશ્યક હોવાનું ડોકટરોનું કહેવું છે. પણ કૂપર હોસ્પિટલમાં આઇસોલેસન વોર્ડમાં ત્રણશંકાસ્પદ કોરોના તથા અપઘાત વોર્ડમાં બે મૃતદેહ અનેક કલાકથી પડી રહેલા હતા.

આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ કોરોનાગ્રસ્તોએ વારંવાર વિનંતી કરવા છતાં કોઇપણ કર્મચારીઓએ મૃતદેહને હાથ લગાડવા તૈયાર ન હતા. આથી સંબંધિત દરદીઓને મૃતદેહ સાથે ભયના ઓછાયા હેઠળ રાત વીતાવી પડી હતી. આખરે આઇસોલેસન વોર્ડનો ફોટો અને વિડિયો દરદીઓએ પોતાના નજીકના લોકોને વાઇરલ કર્યો હતો. તે પૈકી એકે સ્થાનિક રાજકીય નેતાનો સંપર્ક સાધ્યો હતો અને તેઓને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ નેતાએ સીનિયર અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ મૃતદેહને હટાવાયો હતો.

મૃતદેહની નજીક ખાટલામાં સારવાર લઇ રહેલા એક દરદીએ એ બાબતે જણાવ્યું હતું કે મને ભયંકર અનુભવ થયો હતો. બન્ને બાજુ ખાટલામાં મૃતદેહ અને વચ્ચે હું  ખાટલામાં હતો. બુધવારે સંપૂર્ણ રાત ઉંઘ આવી નહીં. મારી પત્નીએ વહીવટીતંત્રને વિનંતી કરવા છતાં આંખ આડા કાન કરતા હતા. બીજા દિવસના સાંજ સુધી મૃતદેહ ત્યાં પડી રહ્યો હતો. મને પોતાનો પણ  મારા કોરોના બાબતેના અહેવાલની ખબર નથી. મને મૃતદેહની બાજુમાં રહેવાનો થયેલો ભયાનક અનુભવ હું ક્યારેય વિસરીશ નહિં.

 આ મામલે કુપર હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ ડૉ. પિનાકિન ગુજ્જરે મૃતદેહ હટાવવામાં ખાસો વિલંબ થયો હોવાનું માન્ય કર્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ મૃતદેહ હટાવવા માટે કરેલા ઇન્કાર અને પંચનામું કરવા જુહુ પોલીસ સમયસર પહોંચી ન શકી હોવાથી વિલંબ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

શંકાસ્પદ કોરોનાના મૃત દરદીનો મૃતદેહને કોઇપણ હાથ લગાડવા તૈયાર થતાં નથી. આથી અમને તકલીફ થાય છે. કૂપરમાં પાંચ મૃતદેહમાં કોવિડ-૧૯નાતીવ્ર લક્ષણ હતા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VzZtIZ
via Latest Gujarati News

Post a Comment

0 Comments