ચાંદ દર્શન માટે મુંબઈ પોલીસે રઝા એકેડેમીને મંજુરી આપી



મુંબઈ, તા. 24, એપ્રિલ, 2020, શુક્રવાર

રમઝાનના  પવિત્ર મહિનામાં  મુસલમાનો  ચંદ્રના  દર્શન  કરી શકશે.  મુંબઈ પોલીસે  ગુરુવારે  શહેરની  રઝા એકેડેમીને  મંજુરી આપતાં જણાવ્યું હતું  કે રમઝાન  મહિનામાં  મુસ્લિમો  ચંદ્રનાં  દર્શન  કરવા તેમનાં  વાહનમાં  બહાર જઈ શકશે.  શહેરના  જુદા જુદા  વિસ્તારમાં  જઈને ચાંદના દર્શન  કરી શકશે.

મુંબઈ  પોલીસનો ઉચ્ચ  અધિકારીએ  એવી માહિતી  આપી હતી  કે અમને રઝા, એકેડેમી  તરફથી અરજી  મળી હતી, અરજીમાં  એકેડેમીએ  શહેરમાં   જવા  દેવાની, ખાસ કરીને શુક્રવારે - મંજુરી આપવા જણાવ્યું  હતું.  આમ તો આ બાબત મુસલમાનો માટે  અગત્યની  હોવાથી  અમે  રઝા એકેડેમીના એક વાહનમાં  ફક્ત બે વ્યક્તિને  શહેરમાં  જવા  દેવાની  મંજુરી આપી  છે.

આ  અધિકારીએ  જો કે એવી સ્પષ્ટતા  પણ કરી  હતી કે અમે રઝા  એકેડેમીને સોશિયલ  ડિસ્ટન્સિંગનું  ચૂસ્ત  પાલન કરવા  પણ સૂચના આપી  છે. 

રઝા  એકેડેમીના મહામંત્રી મોહમ્મદ  સઈદ નૂરીએ  રમઝાના  પવિત્ર મહિનામાં  ચાંદના દર્શનની  વિધિ પણ સમજાવી  હતી. એટલે કે  કોઈપણ  મુસ્લિમ વ્યક્તિ  તેના ઘરમાંથી  પણ ચાંદના દર્શન કરી  શકે  છે.  જે મુસલમાને ચંદ્રના  દર્શન કર્યાં હોય તેણે આ બાબત  કે વિધિ વિશે તેના ધાર્મિક  વડાને જાણ કરવાની  હોય છે.  ત્યારબાદ  તે ધાર્મિક  વડા  રમઝાનની  શરૃઆત  થઈ હોવાની  જાહેરાત  કરે છે. એટલે  અમે ચાંદના દર્શન શહેરના કોઈપણ  વિસ્તારમાં  જઈને  કરી શકીએ તે માટે પોલીસ  મંજુરી  માગી હતી.

મોહમ્મદ  સઈદ નૂરીએ  એવી માહિતી પણ આપી હતી  કે અમે બે મોટરનો ઉપયોગ કરીશું.  હાલના લોકડાઉનના  નિયમને ધ્યાનમાં રાખીને બંનેૅ મોટરમાં  બે-બે  વ્યક્તિ  અને એક ડ્રાઈવર હશે.  શહેરના  જે કોઈ વિસ્તારોમાંથી ચાંદના  દર્શનની માહિતી મળશે ત્યાં  તેઓ જશે.  અમે  મુંબઈ  પોલીસની  બધી સૂચનાનું  અને માર્ગદર્શિકાનું  પાલન કરીશું.  અમે એકબીજાથી  અંતર જાળવીને  લોકડાઉનનાં  બધા જ નિયમોનું  પાલન કરીશું.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cMwo36
via Latest Gujarati News

Post a Comment

0 Comments