નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર
કોરોનાના જોખમના કારણે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા તબલીગી જમાતના મરકઝને ખાલી કરાવતા પોલીસને આંખે પાણી આવી ગયા હતા.
આયોજકો કોઈ પણ સંજોગોમાં મરકઝ ખાલી કરાવવા માટે તૈયાર નહોતા. મસ્જિદના મૌલના સાદ દિલ્હી પોલીસ અને બીજી સુરક્ષા એજન્સીઓના આગ્રહને ગણકારી નહોતા રહ્યા ત્યારે ખુદ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલને મધરાતે ત્યાં પહોંચવુ પડ્યુ હતુ.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ખુદ અજીત દોવાલે મધરાતે બે વાગ્યે નિઝામુદ્દીન પહોંચીને મૌલના સાદને મનાવ્યા હતા ત્યારે મરકઝ ખાલી કરવા માટે તેઓ તૈયાર થયા હતા.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે અજીત દોવાલ 28 માર્ચની મધરાતે ત્યાં રાતે 2 વાગ્યે પહોંચ્યા હતા. તેમણે મૌલાના સહિતના લોકોને કોરોનાનો ટેસ્ટ કરવા માટે મનાવ્યા હતા.અજીત દોવાલને ગૃહ મંત્રી અમિત શાહે જ જાતે જઈને વિસ્તાર ખાલી કરાવવા માટે કહ્યુ હતુ .
એ પછી તબલીગી જમાતના 167 લોકો હોસ્પિટલમાં ભરતી થવા માટે તૈયાર થયા હતા અને જમાતના નેતાઓ મસ્જિદની સફાઈ કરવા માટે રાજી થયા હતા. દોવાલે મુસ્લિમ સમુદાય સાથેના પોતાના જુના સંપર્કોનો ઉપયોગ આગેવાનોને મનાવવા માટે કર્યો હતો.
અત્યાર સુધીમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં સામેલ 9 લોકોના મોત થયા છે.441 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 1107 લોકોને આઈસોલેશનમાં રખાયા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39AqEaD
via Latest Gujarati News
0 Comments