નવી દિલ્હી, તા.1. એપ્રિલ 2020, બુધવાર
કોરોના વાયરસ સામેનો જંગ લડવા માટે દેશને મોટા પાયે વેન્ટિલેટર, સેનિટાઈઝર અને માસ્કની જરુર પડી રહી છે.
આ જરુરિયાત પુરી કરવા માટે સરકાર અલગ અલગ પ્રયાસો કરી રહી છે. જેના ભાગરુપે મધ્યપ્રદેશની સરકારની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં હવે ગોળા બારુદની સાથે સાથે સેનિટાઈઝર બનાવવાનુ શરુ કરાયુ છે.
આ ફેક્ટરીમાંથી સામાન્ય રીતે સેનાને દારુગોળો સપ્લાય થતો હોય છે. જોકે હવે બજારમાં સેનિટાઈઝરની જે રીતે અછત ઉભી થઈ રહી છે તે જોતા ફેક્ટરીએ સેનિટાઈઝર બનાવવાનુ શરુ કર્યુ છે.
કંપની 10000 લીટર સેનિટાઈઝર પહેલા તબક્કામાં બનાવશે. જેનુ પ્રોડક્શન શરુ કરી દેવાયુ છે. અત્યાર સુધીમાં પાંચ હજાર લીટર સેનિટાઈઝર બનાવી પણ દેવાયુ છે. જે એક સપ્તાહમાં માર્કેટમાં સપ્લાય કરી દેવાશે. કોરોનાના પગલે લોકડાઉન બાદ ફેક્ટરીમાં કામકાજ બંધ છે પણ હવે સેનિટાઈઝર બનાવવા માટે ફેટરી શરુ કરી દેવાઈ છે. ઓછા કર્મચારીઓ હોવા છતા પણ પ્રોડક્શન કરવામાં આવી રહ્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bGjJ0R
via Latest Gujarati News
0 Comments