દિલ્હીમાં તબલિગીઃ મરકઝના કાર્યક્રમમાં હાજરી આપનારાઃ વધુ ૧૦ વિદેશીની ધરપકડ



(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.27 એપ્રિલ, 2020, સોમવાર

દિલ્હીમાં તબલિગી મરકઝના કાર્યક્રમમાં સામેલ થયેલા ૧૦ વિદેશી નાગરિકની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. આ તમામ ઇન્ડોનેશિયાના નાગરિક છે. પોલીસે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી કરી હતી.

દિલ્હીમાં તબલિગી મરકઝના કાર્યક્રમમાં હાજરી આપનારા અનેક જણ કોરોનાનો ભોગ બન્યા હતા. તેમના લીધે આ વાઇરસ વધુ પ્રસરી ગયો હોવાનું કહેવાય છે. ઘણી વ્યક્તિએ કાર્યક્રમમાં ગયા હોવાની માહિતી છુપાવતા મુશ્કેલી વધી ગઇ હતી.

આ કાર્યક્રમમાં સામેલ થયેલા ૧૦ જણને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ક્વોરન્ટાઇનની સમય મર્યાદા પૂરી થતા મુંબઇ પોલીસે તેમની ધરપકડ કરી છે.

ગત અઠવાડિયે આવા જ કેસમાં થાણે ક્રાઇમબ્રાન્ચ યુનિટ-૧ના અધિકારીઓએ ૨૧ વિદેશી નાગરિક અને ચાર ભારતીય નાગરિકની ધરપકડ કરી હતી. તેમણે પર્યટન વિઝાના નિયમ અને લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું હતું. મુંબ્રામાં બે સ્થળેથી ૧૩ બાંગ્લાદેશી, ૮ મલેશિયન અને ૪ સ્થાનિક નાગરિકને પકડવામાં આવ્યા હતા.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2W7dLA7
via Latest Gujarati News

Post a Comment

0 Comments