મુંબઈમાં આનંદો! ૯૦ વર્ષના દાદી અને ત્રણ વર્ષની બાળકી કોરોનાને હરાવી ઘરે પાછા ફર્યા



મુંબઈ,તા.27 એપ્રિલ, 2020, સોમવાર

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસનો  આંતક ફેલા.ેલો  છે. તેમાં મુંબઈ કોરોનાનું નવું હોટસ્પોટ બન્યું છે. દિલાસાજનક સમાચાર તરીકે અત્યાર સુધીમાં મુંબઈમાં ૮૭૯ દરદીઓ કોરોનામુક્ત થયા છે.

રવિવારે ૧૩૫  વ્યક્તિ કોરોનાથી મુક્ત થઈ ઘરે પાછા ફર્યા હતા. જેમાં ૯૦ વર્ષીય વૃદ્ધા તેમ  ત્રણ વર્ષની બાળકીનો પણ સમાવેશ છે. સૌથી વયોવૃદ્ધ તેમજ  સૌથી નાની વયના  દરદીએ મુંબઈમાં કોરોનાને હરાવ્યું છે. કોરોનાગ્રસ્તો માટે આ સમાચાર નવી આશા અને શક્તિનો સંચાર કરેએવા છે. 

મુંબઈના સર્વાધિક દરદીઓ મળી આવ્યા છે એવા વરલીમાં ૯૦ વર્ષના દાદીએ કોરોનાને હરાવીને પદાર્પણ કર્યું છે. જ્યારે ત્રણ વર્ષની બાળકીએ પણ ૧૪મી એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ  કોરોનાથી લડત શરૃ કરી હતી અને ત્રણ ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ તેમને ઘરે છોડી દેવાયા છે.  

પ્રભાદેવીમાં સૌથી વધારે ૬૦૦  દરદીઓ મળી આવ્યા છે પરંતુ તેમાં ૧૨૫ દરદીઓ સાજા થઈ ગયા હોવાની  માહિતી પાલિકાએ આપી છે. આમ મુંબઈના દરદીઓ સાજા થવાનું વધી  રહેલું પ્રમાણ રાહતજનક છે. પાલિકાએ આ આંકડાઓ બાદ વરલીનો લોકામાં નવી આશાનો ંસંચાર થયો છે. 

સૌથી મોટી ઊંમરના તેમજ સૌથી નાની ઉંમરની કોરોનાગ્રસ્ત બાળકીએ કોરોના પર વિજય મેળવ્યા બાદ હવે પાલિકાના તબીબો પણ બમણાં જોશથી સારવાર કરી રહ્યા છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xeIvXx
via Latest Gujarati News

Post a Comment

0 Comments