મુંબઈ મહાનગર ક્ષેત્રમાં ૧૯ હજાર ઘરો વેંચાયા વિનાના પડયાં છે



મુંબઈ,તા.27 એપ્રિલ, 2020, સોમવાર

 કોરોનાના લોકડાઉનને કારણે બાંધકામ વ્યવસાયને પણ મોટો ફટકો પડયો છે. ઈમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ઓસી મળી ગયું હોવા છતાંય ગ્રાહકોના અભાવે મુંબઈ મહાનગર પ્રદેશ (એમએમઆર) ના કુલ ૨૬ હજાર કરોડ રૃપિયાની કિંમતના ૧૯,૨૦૦ ઘર વેંચાયા વિનાના પડયા છે. તો પૂણેના ૧૫ હજારથી વધુ ઘરોનું વેંચાણ થયું નથી.    

 કોવિડ-૧૯ને કારણે બાંધકામ ક્ષેત્રને આથક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. બાંધકામ ચાલી રહેલાં પ્રકલ્પો પણ સમયસર પૂરાં થશે કે કેમ? તેની કોઈ ખાતરી આપી શકાય તેમ નથી. દેશના સાત પ્રમુખ શહેરોમાં કુલ ૭૮ હજાર ઘરો ગ્રાહકોની પ્રતિક્ષામાં ખાલી પડયા છે. આ ઘરોની કિંમત આશરે ૬૬,૯૫૦ કરોડ રૃપિયા હોવાની માહિતી 'અનારાકદ નામક સંશોધક તેમજ સલાહકાર સંસ્થાએ કરેલ સર્વેક્ષણમાંથી જાણવા મળી છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KBBcMw
via Latest Gujarati News

Post a Comment

0 Comments