મહારાષ્ટ્રમાં આવતા ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદી માહોલનો વરતારો



(પ્રતિનિધિ દ્વારા)  મુંબઈ, તા. 27, એપ્રિલ, 2020, સોમવાર

એક તરફ કોરોનાના  જીવલેણ  આક્રમક  વચ્ચે મહારાષ્ટ્રમાં  અકળ હવામાન  પણ સર્જાઈ રહ્યું છે. હાલ આખા રાજ્યમાં  ધગધગતો  ઉનાળો વરસી રહ્યો છે,  ત્યારે  રાજ્યમાં  કમોસમી  વરસાદ,  વીજળીના પ્રચંડ કડાકા અને મેઘગર્જનાનું   ત્રેખડ  સર્જાવાના  વરતારો હવામાન ખાતાએ  આપ્યોહતો.

હવામાન ખાતાનાં  સૂત્રોએ  જણાવ્યું હતું કે હાલ રાજ્યના  વિદર્ભથી તામિલનાડુના  આકાશમાં  હવાના હળવા દબાણનો મ પટ્ટો સર્જાયો છે.  સાથોસાથ આકાશમાં  બે જુદી જુદી  દિશાના પવનોની  જબરી ટક્કર  પણ થઈ રહી છે. આવાં  બદલાયેલી કુદરતી  પરિવારોને  કારણે  રાજ્યમાં  કમોસમી  વર્ષા થવાની શક્યતા  છે.  ઉપરાંત  હાલ વિદર્ભ  સહિત  નજીકના  આકાશમાં  સાયક્લોનિક  સર્ક્યુલેશન  પણ સર્જાયું  છે.  પરિણામે  આવતા ચારેક  દિવસ (૨૮,૨૯,૩૦ એપ્રિલ-૧મે)  દરમિયાન ઉત્તર  કોંકણ (મુંબઈ, થાણે, રાયગઢ)  દક્ષિણ  કોંકણ (રત્નાગિરી, સિંધુ દુર્ગ)  મધ્ય મહારાષ્ટ્ર (નાશિક, જળગાંવ, સાતારા, સાંગલી,કોલ્હાપુર) મરાઠવાડા (લાતુર, નાંદેડ)  અને વિદર્ભ (નાગપુર, વર્ધા,અકોલા) માં  ભારે ગાજવીજ  સાથે વરસાદી માહોલ  સર્જાય તેવાં કુદરતી  પરિબળો  સર્જાયા  છે.

આજે  કોલાબામાં  મહત્તમ  તાપમાન અને  લઘુત્તમ  તાપમાન  ૨૬.૦ ડિગ્રી જ્યારે  સાંતાક્રુઝમાં  મહત્તમ  તાપમાન ૩૩.૬ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી  સેલ્સિયસ નોંધાયું હતું.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eW7Syi
via Latest Gujarati News

Post a Comment

0 Comments