કોરોનાના દરદીના લોહીમાં ન્યુટ્રોફીલની માત્રા વધુ હોય છે : તબીબી અભ્યાસ



મુંબઈ /  ન્યુયોર્ક , તા. 27, એપ્રિલ, 2020, સોમવાર

કોરોનાની  ચેપી મહામારી  વિશે  ભારત સહિત  વિશ્વભરમાં  તબીબી સંશોધન થઈ રહ્યું  છે.  અમેરિકામાં  થયેલા  એક સંશોધન  દ્વારા  જાણવા મળે છે કે કોરોનાનાં  દરદીઓનાં  લોહીમાં  ન્યુટ્રોફીલ  એક્સ્ટ્રા સેલ્યુલર ટ્રેપ્સ (એન.ઈ.ટી.એસ.)  ની  માત્રા વધુ  હોય છે.

તબીબી  નિષ્ણાતોના  કહેવા મુજબ  ન્યુટ્રોફીલ એક્સ્ટ્રા સેલ્યુલર  ટ્રેપ્સ એટલે  માનવીના  શરીરમાંના  ડીએનએ   (ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ) ની  રોગપ્રતિકારક શક્તિ ધરાવતું  નાનકડું  જાળું . આ જાળામાં  પાચકરસ,  પ્રોટીન  હોય  છે,  જેમાંથી રંગસૂત્રોનું  સર્જન  થાય છે.  ન્યુટ્રોફીલ એક્સ્ટ્રા સેલ્યુલર ટ્રેપ્સ  દ્વારા  આ બધાં કુદરતી  તત્ત્વોનો   શરીરમાં  સ્રાવ  થાય એટલે  કોઈપણ ચેપી  રોગ સામે  રક્ષણ  મળે.  રોગપ્રતિકારક શક્તિનું  સર્જન થાય..

આમ  છતાં  તબીબી  નિષ્ણાતોના  કહેવા મુજબ  આ  જ  ન્યુટ્રોફીલ  એક્સ્ટ્રા  સેલ્યુલર ટ્રેપ્સની  કુદરતી ગતિવિધિમાં   ખામી  કે અવરોધ  સર્જાય ત્યારે  શરીરમાં સોજો આવે, આંતરિક અવયવોમાં  સુક્ષ્મ  ગાંઠ સર્જાય.  એટલેકે આ બધાની  આડઅસર દરદીના  ફેફસાંની  કુદરતી  ગતિવિધિ પર  થાય.  પરિણામે  દરદી  સરળ રીતે  શ્વાસોચ્છવાસ  ન લઈ શકે.

અમેરિકાની  યુનિવર્સિટી ઓફ મિશિગનના  તબીબી  નિષ્ણાત યુ(રે)  ઝાઉં દ્વારા  થયેલા  અભ્યાસની  વિગતો એમ કહે  છે કે દરદીના  લોહીમાં  એન.ઈ.ટી.એસ. નું  પ્રમાણ ઘણું  વધી જાય ત્યારે  તેને કોરોના જેવી ચેપી  બીમારી  થાય.  આ અભ્યાસમાં  કોરોનાનાં  ૫૦  દરદીઓનાં  રક્તના  નમૂનાનું  પરીક્ષણ કરાયું હતું.   કોરોનાના  દરદીના  લોહીમાં  ગાંઠ શા માટે સર્જાય છે અને તેના આંતરિક  અવયવોમાં  સોજો  કેમ  આવે  છે તેનો પણ  ખાસ અભ્યાસ  થવો જરૃરી છે. આ જ લક્ષણોને  કારણે  દરદીની  શ્વસનપ્રક્રિયા  બંધ થઈ  જાય.   પરિણામે  દરદીને  વેન્ટિલેટર પર  રાખવો પડે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KF3o0Z
via Latest Gujarati News

Post a Comment

0 Comments