મીરા-ભાયંદરમાં સંપૂર્ણ લોકડાઉન પાંચ દિવસ વધારવામાં આવ્યું



મુંબઈ,તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર

 મીરા-ભાયંદરમાં કોરોનાના કેસ સતત વધતા પ્રશાસને સંપૂર્ણ (ટોટલ) લોકડાઉન જાહેર કર્યું છે. આમ કરવા છતાં કોરોનાના કેસ નિયંત્રણમાં ન આવતાં આ લોકડાઉન વધુ પાંચ દિવસ વધારવામાં આવ્યું છે. તે મુજબ હવે ૨૮ એપ્રિલની મધરાત સુધી સંપૂર્ણ લોકડાઉન અમલમાં રહેશે. આ દરમ્યાન અનાજ, કરિયાણાનીબેકરીઓ, સુપર માર્કેટ્સ, શાકભાજી અને ફ્ટમાર્કેટ, માંસ-મચ્છી માર્કેટ આદિ સંપૂર્ણપણે બંધ રહેશે. આ દરમ્યાન મેડિકલ સ્ટોર્સ રાબેતા મુજબ ચાલું રહેશે. જ્યારે દૂધ કેન્દ્ર માત્ર સવારે ૭ થી ૧૦ દરમ્યાન જ શરૃ રહેશે. જીવનાવશ્યક વસ્તુઓની હોમ ડિલિવરી ફક્ત સવારે ૯ થી સાંજે ૫ દરમ્યાન કરી શકાશે. આ મુજબનો એક આદેશ મીરા-ભાયંદર મહાપાલિકાના કમિશ્નર ચંદ્રકાંત ડાંગેએ બહાર પાડયો હતો. 

મીરા-ભાયંદરના જોડીયા પરાંમાં કોવિડ-૧૯ના કેસો સતત વધી રહ્યાં હોવાથી સમગ્ર વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ગુરુવાર સુધીમાં અહીં કોવિડ-૧૯ના કુલ ૧૧૪ કેસો નોંધાયા છે. 

આ રીતે કોરોનાના પ્રાદુર્ભાવ વધતા અને ટોટોલ લોકડાઉનમાં વધારો કરતા થાણે ગ્રામીણ પોલીસે પણ તેનું પેટ્રોલિંગ વધારી બિનજરૃરી વાહનો અને વ્યક્તિઓની અવરજવર પર નિયયંત્રણ લાદી દીધું છે. અત્યાર સુધીમાં ૧૨ વ્યક્તિ કોરોનાથી સાજી થઈ છે, જેમાં દોઢ વર્ષનું એક શિશુ પણ કોરોનામુક્ત થયું છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAwyZP
via Latest Gujarati News

Post a Comment

0 Comments