
મુંબઈ,તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર
ધારાવીના એક ૫૦ વર્ષના વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો પરંતુ સાયન રેલવેનો ફૂટ ઓવરબ્રિજ બંધ હોવાથી સમયસર હોસ્પિટલ ન પહોંચી શક્તા વૃદ્ધએ પ્રાણ ગુમાવ્યા હતા. આ વૃદ્ધને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ ત્રણ કલાક પછી આવી હતી પરંતુ ત્યાં સુધીમાં આ વૃદ્ધએ જીવ ગુમાવી દીધો હતો.
બબન સુખદેવ પવાર બુધવારે શાકભાજી લેવા ગયા ત્યારે ટાટા પાવર ઓફિસ પાસે ઢળી પડયા હતા. આસપાસના લોકોએ તેમની પાસે દોડી ભાનમાં લાવવાની કોશિષ કરી હતી પરંતુ તેમને છાતીમાં ખૂબ જ દુખાવો થતો હોવાનું જણાવતા લોકોને જાણ થઈ હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો છે તેથી તેને આસપાસના લોકો મળીને સાયન હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા. પરંતુ રેલવેનો ફૂટ ઓવર બ્રિજ બંધ હોવાથી વૃદ્ધને બીજા રસ્તે ફરીને હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમના પ્રાણ નીકળી ગયા હતા.
હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ જો રેલવેનો એફઓબી ખુલ્લો હોત તો વૃદ્ધને સમયસર સારવાર મળી હોત અને તેમનો જીવ બચી ગયો હોત પરંતુ, પાલિકાના આ પગલાંને કારણે વૃદ્ધએ પ્રાણ ગુમાવ્યા હતા આ સિવાય અનક દરદીઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aAwFVf
via Latest Gujarati News
0 Comments