પુણેમાં સોશિયલ ડિસ્ટંસિંગની ઐસીતૈસી કરી પાણી ભરવા જામતી ભીડ



મુંબઈ,તા.24 એપ્રિલ, 2020, શુક્રવાર

 કોરોનાના ભારે ઉપદ્રવને લીધે રેડ ઝોનમાં મૂકાયેલા પુણે શહેરમાં અનેક ઠેકાણે સોશિયલ ડિસ્ટંસિંગની ઐસીતૈસી કરી ભીડ કરવામાં આવે છે. અંતર નહીં જાળવવાથી શું પરિણામ આવે છે એ નજર સામે જોતાં હોવા છતાં લોકો શાકમાર્કેટોમાં ભીડ કરે છે તો અમુક વિસ્તારોમાં ભણેલગણેલ લોકો મોનગ વોકમાં નીકળી પડે છે. પોલીસ તરફથી અવારનવાર લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓને સપાટામાં લેવામાં આવે છે.

પરંતુ પુણેના પરાં વિસ્તારમાં એક હાંડો પાણી ભરવા માટે આજે ભારે ભીડ જોવા મળી હતી. આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે. પાલિકાએ પાણીની પાઈપલાઈન નાંખવાનું કામ શરૃ કર્યા પછી રખડી પડયું હતું. આથી ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે. ટેન્કર આવતાંની સાથે જ ીઓ, બાળકો અને પુરૃષો હાંડા અને બાલદી લઈને રીતસર ધસારોને ધક્કામુક્કી કરે છે. પાલિકા પ્રશાસનના ધ્યાનમાં આ બાબત આવતાં ભીડ નિવારવા પગલાં લેવામાં આવ્યા છે.  




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bC5drt
via Latest Gujarati News

Post a Comment

0 Comments