
મુંબઈ/ નવી દિલ્હી, તા. 24 એપ્રિલ, 2020, શુક્રવાર
કોરોનાની મહામારીએ સમસ્ત માનવજાતને ઘણું આત્મજ્ઞાાન અન ેજીવનશિસ્તના અઘરા પાઠ ભણાવી દીધા છે. સાથોસાથ કોરોના સહિત અન્ય ચેપીરોગ વિશેની માહિતી - જ્ઞાાન પણ વધારી દીધાં છે. હમણાં આવા જ એક નવા પણ ભારે ચિંતાજનક સમાચાર આવ્યા છે કે કોરોનાનાં કોઈ જ લક્ષણો ન ધરાવતી હોય એવી વ્યક્તિઓને પણ આ બીમારી લાગુ પડી શકે છે. ઉપરાંત આવી સામાન્ય અને તંદુરસ્ત લાગતી વ્યક્તિઓ દ્વારા પણ અન્ય વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગુ થઈ શકે છે.
ઈન્ડિયન ં કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈ.સી.એમ.આર.) ના સૂત્રોએ હમણાં આવા બે કેસની માહિતી આપી હતી પરિણામે મુંબઈ સહિત દેશનાં અન્ય સામાન્ય - તંદુરસ્ત લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.
૨૦, એપ્રિલ - ૨૦૨૦ ના રોજ આઈ.સી.એમ.આર.ના ચેપી રોગ વિભાગના વડા ડો. આર.આર. ગંગા ખેડકરે એવી ચોંકાવનારી માહિતી આપી હતી કે લગભગ ૮૦ ટકા જેટલાં લોકોની કોરોનાનાં કોઈ જ લક્ષણો નહીં હોય છતાં તેમને ચેપ લાગુ પડશે. આવી તમામ વ્યક્તિઓમાં પહેલી નજરે તે કોરોનાનાં કોઈ જ લક્ષણો નથી દેખાતાં પરંતુ તેમનું તબીબી પરીક્ષણ કરાય ત્યારે તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે એવું જણાય. તેઓમાં પોઝીટીવ લક્ષણો દેખાય. આવા કેસના અર્થ એવો થયો કે પોલીમરસચેન રિએક્શન ટેસ્ટની જરૃર ત્યારે જદ રહે કે જ્યારે કોઈપણ વ્યક્તિમાં કોરોનાનાં પોઝીટીવ લક્ષણો જણાય. ચિંતાજનક આવતા તો એ છે કે આવાં લોકો પોતાનામાં કોરોનાનાં લક્ષણો જણાય તેની કદાચ રાહ જોતાં હશે. ઉપરાંત ડોક્ટર આવી લક્ષણો નહીં ધરાવતી વ્યક્તિનું પણ પરીક્ષણ કરે ત્યારે તેમનામાં કોરોનાનાં પોઝીટીવ લક્ષણો હોવાની શક્યતા બહુ જ ઓછી રહે છે. આવા કેસનો અર્થ એવો પણ થયો કે આપણી તબીબી પરીક્ષણની પધ્ધતિમાં ઘણી મર્યાદા છે ઃ આમ છતાં એવું જરૃર કહી શકાય કે તે વ્યક્તિને ચેપ લાગવાનું જોખમ જરૃર છે.
ડો.આર. આર. ગંગા ખરેડકરે તો એવી માહિતી પણ આપી હતી કે ભારતમાં જે ૬૯ ટકા જેટલી વ્યક્તિઓમાં તબીબી પરીક્ષણ બાદ કોરોનાનાં પોઝીટીવ લક્ષણોજણાયા હતા. તેમનામાં અગાઉ કોઈ જ લક્ષણો નહોતા.
આ સમગ્ર ઘટનાનો સીધો અને સચોટ અર્થ એવો થયો કે હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં એવાં ઘણા દરદીઓ છે જેમનામાં એક તબક્કે કોરોનાનાં કોઈ જ લક્ષણો નથી હોતા. તેમને પોતાને પણ લક્ષણોની જાણ નથી હોતી. પોતાને ક્યાંથી અને કઈ ચોક્કસ વ્યક્તિના સંસર્ગમાં આવ્યા બાદ કોરોનાનો ચેપ લાગ્યો છેતેની સુધ્ધાં ખબર નથી હોતી.
હજી ગયા સપ્તાહે જ ચીનમાં આવાં ૪૪ ટકા લોકોની માહિતી મળી હતી જેઓ કોરોનાનાં કોઈ જ લક્ષણો નહીં ધરાવતી વ્યક્તિના સંસર્ગમાં આવી હ તી. આવા કેસમાં ચેપ લાગવાની શરૃઆત બે-ત્રણ દિવસમાં જ થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂત્રોએ અને યુનિવર્સિટી ઓફ હોંગકોંગના ચેપી રોગની મહામારીના નિષ્ણાતોએ એમ કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણોનો અણસાર જણાય ત્યારે તેના ગળાના પાછળના હિસ્સામાંથી પ્રવાહીના નમૂના લેવાયછે. આવી પ્રક્રિયાને સ્વાબ ટેસ્ટિંગ કહેવાયછે. સ્વાબ ટેસ્ટિંગ દ્વારા કોરોનાનાં સૌથી વધુ લક્ષણો ્ હોવાનું જાણવા મળે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની મહામારીનો ચેપ કઈ રીતે ફેલાયછે તેનાત્રણ તબક્કા દર્શાવ્યા છે જેમાં (૧) વ્યક્તિમાં કોઈ જ લક્ષણો નહોય, (૨) લક્ષણોની પૂર્વ પ્રાથમિક અવસ્થાતથા (૩) કોરોનાનાં સંપૂર્ણ લક્ષણો હોવા નો સમાવેશ થાયછે.
ચેપી રોગ અને આવી મહામારી વિશેના અભ્યાસની વિગતો એમ કહે છે કે કોરોનાનાં લક્ષણો ધરાવતી વ્યક્તિ (દરદી) છીંક ખાય, ઉધરસ ખાય અથવા તેણે જે જે વસ્તુઓને સ્પર્શ કર્યો હોય તેને અન્ય કોઈ અજાણી વ્યક્તિ સ્પર્શ કરે કે પેલા દરદીના સંસર્ગમાં આવે ત્યારે કોરોનાનો ચેપ બીજી વ્યક્તિમાં ફેલાય છે. કોરોનાનો ચેપ ૫-૧૪ દિવસમાં બીજી વ્યક્તિમાં ફેલાય છે. લેબોરેટરી દ્વારા થયેલા પરીક્ષણના અમુક કેસ એવા પણ મળ્યા છે જેમાં કોરોનાનાં કોઈ જ લક્ષણો નહોતા છતાં સમય જતાં ચેપ લાગ્યો હતો. વિશ્વના ઘણા દેશોમાં આવા કેસ નોંધાયા છે, જેને તબીબો પણ સમજી શકતા નથી.
યુ.એસ. સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સી.ડી.સી.) નાં સૂત્રોએ પણ એવું સ્પષ્ટ કર્યું છ કે કોરોનાનો ચેપ જે વ્યક્તિઓ પૂર્વ પ્રાથમિક તબક્કામાં હોય અને એક પણ લક્ષણ ન હોય તે તબક્કામાં હોય તેઓને પણ લાગી શકે છે. આવા કિસ્સામાં ચેપ ફેલાવાના સમયગાળા વિશે કોઈ જ સ્પષ્ટતા નથી થઈ શકતી. હા,કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારબાદ અમુક સપ્તાહ બાદ તેનામાં સાર્સ-કોવ-૨- આર.એન.એ.ના લક્ષણો દેખાય.તેને શ્વાસોચ્છવાસની પ્રક્રિયામાં તકલીફ થાય. આવાં લક્ષણો જો કે મેર્સ-કોવ અનેસાર્સ-કોવના લક્ષણો જેવા જ હોયછે. આવા કિસ્સામાં ચેપ લાગવાનો સમયગાળો લગભગ ૨થી૧૪ દિવસનો હોય છે.
આઈ.સી.એમ.આર.ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ બહુ ઉપયોગી મુદ્દો રજૂ કરતાં જણાવ્યું હતું કે હાથ પાણી અને સાબુથી સાફ કરવા, માસ્ક પહેરવો અને એકથી બીજી વ્યક્તિ વચ્ચે અંતર જાળવવું વગેરે બાબતોની કાળજી રાખવી બહુ જ જરૃરી છે. અન્યકોઈ વિકલ્પ નથી. કોરોનાની સંપૂર્ણ અસરકારક રસી ન શોધાય ત્યાં સુધી આપણે આટલી કાળજી તો જરૃર રાખવી રહી. આપણા ભારત દેશમાં યુવાનોની સંખ્યા વિશ્વમાં સૌથીવધુ છે, ત્યારે તેમાંના ઘણાં યુવક-યુવતીને જરા સરખો પણ તાવ આવે, કે શરીરમાં દુઃખાવો થાય, છતાં તેમને કોરોનાનાં લક્ષણો હોવાનો ખ્યાલ પણ નથી આવતો. આ પરિસ્થિતિ ખરેખર બહુ ચિંતાજનક અને એટલી જ જોખમી પણ છે. કહેવાનો અર્થ એ છે કે જે વ્યક્તિઓમાં કોરોનાનાં કોઈ જ લક્ષણો નથી તેઓ પણ આ બીમારીનો ચેપ બીજામાં ફેલાવી શકે છે, એ વાત હવલે તમામ તબીબી નિષ્ણાતો પણ સ્વીકારે છે.
અન્ય એક મહત્ત્વની બાબત એ પણ છે કે જે કોઈ વ્યક્તિમાં કોરોનાનાં લક્ષણો છે તે દરદી ૧૪ દિવસ દરમિયાન બીજી વ્યક્તિઓમાં ચેપ ફેલાવી શકે છે. થોડા સમય પહેલાં કેરળની એક મહિલા વિદેશથી આવી ત્યારબાદ એક મહિના પછી તેનામાં કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં. તે મહિલાને તેનો ઘરમાં ક્વોરેન્ટીનમાં રખાઈ હતી. તબીબી અધિકારીઓએ કહ્યું હતું કે ૨૮ દિવસના ક્વોરેન્ટીન બાદ પણ લગભગ ૧૨ વ્યક્તિઓમાં ચેપ જણાયો હતો.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KtHqhw
via Latest Gujarati News
0 Comments