શાહરુખખાને પોતાની ઓફિસ ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ખોલી નાંખી

મુંબઇ, તા.4 એપ્રિલ 2002, શનિવાર

બોલીવૂડ સુપર સ્ટાર શાહરુખખાને કોરોના સામેના જંગમાં ક્વોરેન્ટાઈન થયેલા લોકોને રાખવા માટે પોતાની ઓફિસ આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

શાહરુખે આપેલી ઓફર બદલ મુંબઈ મહાનગર પાલિકાએ આભાર વ્યક્ત કરીને કહ્યુ છે કે, અમે શાહરુખખાન અને ગૌરીખાનનો આભાર માનીએ છે કે, જરુરિયાતના સમયે તેમણે તમામ સુવિધાઓથી સજ્જ પોતાની ચાર માળની ઓફિસ ક્વોરેન્ટાઈન થયેલા બાળકો, મહિલાઓ અને વૃધ્ધો માટે ઓફર કરી છે જેથી કોર્પોરેશનને મદદ મળી શકે.

શાહરુખ ખાને આ પહેલા કોરોના સાેમની લડાઈમાં ડોનેસન આપવાની જાહેરાત પણ કરી છે. આ પહેલા અલગ-અલગ બોલીવૂડ સ્ટાર પોતાની રીતે કોરોના સામેના જંગમાં સહાય કરી ચુક્યા છે. અક્ષય કુમારે 25 કરોડ ડોનેટ કરવાની જાહેરાત કરી છે તો સલમાનખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોને સીધી મદદ કરવાની જાહેરાત કરેલી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bOoCoM
via Latest Gujarati News

Post a Comment

0 Comments