દિલ્હી, તા.4 એપ્રિલ 2002, શનિવાર
દિલ્હીમાં તબલિગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ રાજસ્થાનના બીજનોરમાં આવેલા 13 લોકોને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે
બિજનોરના જિલ્લા હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં આ લોકોએ જમવામાં ઈંડા અ્ને બિરિયાનીની માંગણી કરીને હંગામો કર્યો હતો.આઈસોલેશન વોર્ડમાં રખાયેલામા પાંચ ઈન્ડોનેશિયાના અને પાંચ ભારતના નાગરિકોનો સમાવેશ થાય છે.હોસ્પિટલના અધિકારી જ્ઞાનચંદનુ કહેવુ હતુ કે, તેમણે જ્યારે ફરમાઈશ પુરી ના કરાઈ ત્યારે હંગામો કર્યો હતો અને સફાઈ કર્મીઓ સાથે પણ ખરાબ વ્યવહાર કર્યો હતો.
અધિકારીઓએ જિલ્લા તંત્રને જાણકારી આપી હતી.જેના પગલે કલેક્ટર અ્ને જિલ્લા એસપી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જ્યાં તમામને સમજાવીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
શનિવારે કાનપુરમાં પણ જમાતના લોકો દ્વારા હોસ્પિટલમાં ડોક્ટરો સાથે અભદ્દ્ર વર્તન કરાઈ રહ્યુ હોવાનો આરોપ લગાવાયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V2dcqx
via Latest Gujarati News
0 Comments