
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 એપ્રિલ 2020, શનિવાર
કરોનાના જંગ સામે લડવા માટે ભારતભરમાંથી પીએમ-કેયર્સ અને સીએમ રાહત કો,માં હાલ દાન ઠલવાઇ રહ્યા છે. જેમાં ઉદ્યોગપતિથી લઇ બોલીવૂડ સેલિબ્રિટિઓસ પણ સામેલ છે.છતાં હિંદી સિનેમા જગતાના ટોચના કલાકારો જેમણે હજી સુધી આર્થિક સહાય નથી આપી તેમને પ્રશંસકો દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે.સાથેસાથે દીપિકાએ અન્યોને પણ ડોનેશન આપવાની વિનંતી કરી છે.
દીપિકા પદુકોણ અને રણવીર સિંહે જાણકારી આપી છે કે તેઓ પીએમ-કેયર્સ ફંડમાં દાન ્આપવાનો નિર્ણય લીધો છે. સાથેસાથે આ યુગલે ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર શેર કર્યું છે કે, અત્યારની પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં રાખીને અમે પૂરી વિનમ્રતાથી પીએમ-કેયર્સ ફંડમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ છીએ અને આશા છે કે તમે પણ યોગદાન આપશો. આ સંકટની ઘડીમાં આપણે બધા સાથે જ છીએ. જયહિંદ.
આ પોસ્ટ વાંચીને તેમના પ્રશંસકો રમૂજ પણ કરી રહ્યા છે.
એક ફોલોઅર્સે ટાંક્યું છે કે, આશા છે કે તું તારી ફિલ્મ છપાકના કલેકશન કરતાં વધુ રકમ દાન કરીશ.
જ્યારે અન્ય એકે લખ્યું છે કે, તમારા આ નિર્ણયથી ટ્રોલ કરનારાઓના મોં સિવાઇ ગયા છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xLbcLF
via Latest Gujarati News
0 Comments