
નવી દિલ્હી, 2 એપ્રિલ 2020, ગુરુવાર
કોરોના વાયરસથી બચવા માટે નિષ્ણાંતો માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ સતત આપી રહ્યા છે. આ સાથે જ સૌથી વધુ ચર્ચાતો શબ્દ છે વેન્ટીલેટર. જ્યારથી દેશમાં દર્દીઓની સંખ્યા વધવાની શરૂઆત થઈ છે ત્યારથી વેન્ટીલેટરનું ઉત્પાદન વધારવા સહિતના કામ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.
કોરોના વાયરસમાં જે ગંભીર દર્દી હોય તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવે છે. તેવામાં પ્રશ્ન જરૂરથી થતો હોય કે વેન્ટીલેટર શું છે અને તેનાથી દર્દીનો જીવ બચાવી શકાય... તો ચાલો આજે જાણીએ આ બંને પ્રશ્નના જવાબ.
વેન્ટીલેટર એટલે લાઈફ સપોર્ટ સિસ્ટમ. મેડિકલ સાયન્સનો આ ચમત્કાર છે જે માણસનો જીવ જતો અટકાવી શકે છે. કોરોના વાયરસથી બચવા માટે વેન્ટીલેટર લાભકારી સાબિત થઈ શકે છે. કોરોના વાયરસના કારણે ફેફસા પર અસર થાય છે. જેના કારણ દર્દીને શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. પરંતુ વેન્ટીલેટર શ્વાસ લેવાની પ્રક્રિયાને મેનેજ કરે છે. આ સમય દરમિયાન ડોક્ટરને ચેપ દૂર કરવા અને સારવાર કરવા સમય મળી જાય છે.
કઈ કઈ બીમારીમાં વેન્ટીલેટર કામ આવે છે ?
ઘણીવાર દર્દીની હાલત નાજુક થઈ જાય છે. તેના હૃદય, મગજ, કિડની, લિવર કામ કરવાનું બંધ કરી દે છે. તેવામાં દર્દીને લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી જીવીત રાખવામાં આવે છે. તેનાથી દર્દીને કૃત્રિમ રીતે શ્વાસ મળતા રહે છે. તેનાથી ડોક્ટરોને સારવાર કરવા માટે સમય મળે છે.
કોરોનામાં વેન્ટીલેટર
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર વાયરસનું કારણ જે ફ્લુઈડ એટલે કે દ્રવ છે તે ફેફસામાં જાય છે અને તેનાથી શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. તેનાથી શરીરનું ઓક્સીજન લેવલ ડાઉન થઈ જાય છે તેવામાં વેંટીલેટર હવાને ધકેલી ફેફસામાં ઓક્સીજનનું સ્તર વધારે છે. વેન્ટીલેટર એક હ્યુમિડિફાયર પણ છે જે શરીરમાં હવા અને નમી જાળવી રાખે છે.
કેવી રીતે કામ કરે છે વેન્ટીલેટર ?
આ પ્રક્રિયામાં એક પાતળો પાઈપ જેને કેથેટર કહેવાય છે તેનો ઉપયોગ થાય છે. તેની સાથે એક લાંબો બલૂન જોડાયેલો હોય છે. આ બંનેનો ઉપયોગ દર્દીને ઓક્સીજન પૂરુ પાડવા કરવામાં આવે છે. જેથી દર્દીના અંગ કામ કરતા રહે. કોરોનાના દર્દીના મોતનું સૌથી મોટું કારણ હોય છે ફેફસા ફેલ થઈ જવા. ફેફસા ફેલ થઈ જવાથી તેમાં હવા અને પાણી ભરાઈ જાય છે અને ઓક્સીજન શરીરમાં પહોંચી શકતું નથી. આ સ્થિતિમાં વેન્ટીલેટરની જરૂર પડે છે. શરીરમાંથી કાર્બન ડાઈ ઓક્સાઈડ બહાર કાઢવા અને ઓક્સીજન પહોંચાડવા વેન્ટીલેટર જરૂરી હોય છે.
સંક્રમણ વધવાની સાથે સરકારએ વેન્ટીલેટરનું ઉત્પાનદ વધારવા કહ્યું છે. જો કે કોરોના વાયરસની ચેન તુટી જાય તો વેન્ટીલેટરની જરૂર પડશે નહીં. ભારત ઈલેક્ટોનિક્સ લિમિટેડએ આગામી 2 મહિનામાં 30 હજાર વેંટીલેટર બનાવવાની તૈયારી દર્શાવી છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dP6k8A
via Latest Gujarati News
0 Comments