ઈન્દોર: કોરોના સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકોને શોધી રહેલા ડોક્ટર પર પથ્થરમારો

ઈન્દોર, તા. 02 એપ્રિલ 2020 ગુરૂવાર

ઈન્દોરના ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં કોરોના વાઈરસને અટકાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. આરોગ્ય કર્મચારીઓ પર લોકોએ પથ્થરમારો કર્યો. જેમાં બે મહિલા ડોક્ટરોના પગમાં ઈજા પહોંચી છે. 

કોરોના વાઈરસથી સંક્રમિત એક દર્દીના સંપર્કમાં આવેલા લોકોને શોધવા આવેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ પર અહીં કેટલાક લોકોએ અચાનક પથ્થરમારો કર્યો. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઈન્દોરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના આરોપમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઈન્દોરના ટાટ પટ્ટી બાખલ એરિયામાં થયેલી ઘટના પર દોષીઓની વીડિયો ફૂટેજના માધ્યમથી ઓળખ કરી લેવાઈ છે.

આ સિવાય શાસકીય કાર્યમાં દખલગીરી કરવા હેઠળ કલમ 186, 188 અને 353 અનુસાર એફઆઈઆર નોંધવામાં આવી છે. ઈન્દોરમાં પૂરતી પોલીસ તૈનાત છે. સોશ્યલ મીડિયામાં ભ્રમક પ્રચાર કરનારા પર પણ પોલીસની સાઈબર સેલની નજર છે. આઝાદ નગર વિસ્તારમાં એક વોટ્સએપ ગ્રૂપ એડમિન વિરૂદ્ધ અફવા ફેલાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aClpbJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments