નવી દિલ્હી, તા. 2 એપ્રિલ 2020, ગુરૂવાર
વડાપ્રધા નરેન્દ્ર મોદીએ આજે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. જે દરમિયાન કોરોનાને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા થતા પ્રયાસો પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત મોદીએ સાથે મળીને કોરોના સામે લડવાનું આશ્વાસન આપ્યુ છે.
રાજ્યોનાં મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી
વડાપ્રધાને રાજ્ય સરકારોને આશ્વાસન આપતા કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર તમામ રાજ્યોની સરકાર સાથે છે. તેમણે જણાવ્યું હતું કે બનતી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. વડાપ્રધાને દરેક રાજ્યોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે અપીલ કરી હતી.આ સાથે જ તેમણે કહ્યુ કે લોકોને જરૂરી સામાન પહોંચાડવામાં આવે. જેથી લોકોને મુશ્કેલીઓ ન પડે.
વડાપ્રધાને દરેક રાજ્યોમાં લોકડાઉનનો ચુસ્ત અમલ થાય તે માટે અપીલ કરી
કોરોના વાયરસને લઇને લોકડાઉનની અમલવારીમાં દાખવવામાં આવી રહેલી ઢીલાશને લઇને ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે કે તેઓ લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે લોકડાઉનમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા દાખવવામાં આવી રહેલી ઢીલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન છે.. ગૃહ સચિવે કહ્યું કે તાજેતરના દિવસોમાં જોવામાં આવ્યું છે કે અમુક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલા લોકડાઉનના ઉપાયોમાં ઢીલ દાખવવામાં આવી રહી છે.. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કડકાઇથી કાયદાનો અમલ કરાવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34884W3
via Latest Gujarati News
0 Comments