મહારાષ્ટ્રના દરિયામાં અટવાયા છે હજારો માછીમારો?


મુંબઈ, તા.04 એપ્રિલ 2020, શનિવાર

અત્યારે કોરોનાના કહેર વચ્ચે દેશ આખો લોકડાઉનમાં મૂકાયો છે, ત્યારે અનેક લોકો માટે દરિયામાં રહેવું એ અનેક માછીમારો માટે સુરક્ષિત સ્થળ સમાન સાબિત થઈ રહ્યું હોવાના પ્રતિભાવ જોવા મળ્યા છે.

આ બાબતે એક ૪૧ વર્ષીય વ્યક્તિ કિશોર પાટીલના જણાવ્યાનુસાર, ઘરે પાછા જવા માટે રસ્તા પર પોલીસનો માર ખાવા કરતાં દરિયામાં બોટમાં બેઠાં રહેવું એ વધુ સુરક્ષિત છે. તે અત્યારે અન્ય આઠ જણ સાથે ઉરણમાં દરિયામાં એક કિમી અંદર વસવાટ કરી રહ્યા છે.

પાટીલ તેમજ એક ટ્રાલરમાં આઠ લોકો સાથે ગત ૨૨ માર્ચે મુંબઈના ફેરી વાર્ફ પહોંચ્યો. ત્યારબાદ જનતા કર્ફ્યુ અને રાષ્ટ્રીય લોકડાઉનને કારણે તેનું રાયગડ પાછા જવું અશક્ય બની ગયું. જોકે બાટના માલિકે જ તેમને ૧૫ દિવસનો પુરવઠો આપી કહ્યું કે તમે હવે બોટમાં જ દિવસો પસાર કરો. માલિકનું મુંબઈમાં નાનું ઘર છે, જ્યાં બધાને રાખવા શક્ય ન હોવાથી તેમણે આ લોકોને બોટમાં રાખવાન નિર્ણય લીધો. તેમજ બે દિવસે એકવાર તેમને કંઈ જરૂર પડે તો માલિક ત્યાં પહોંચી સુવિધા પૂરી પાડી આપે છે. 

મહારાષ્ટ્ર સ્ટેટ ફિશરીશ કો-ઓપરેટીવ લિમિટેડના ચેરમેનના જણાવ્યાનુસાર, આશરે ૪,૦૦૦ માછીમારોને અત્યારે દરિયામાં રખાયા છે. કેટલાંકે રસ્તા માર્ગે પાછળ વળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમને વિવિધ બોર્ડર પર અટકાવી દેવાયા છે. 

આ સંદર્ભે વર્સોવા બીચ પર દરિયામાં રહેતાં અને સુલતાનપુરથી આવેલાં એક વ્યક્તિના જણાવ્યાનુસાર, અમને પાછા જવાની ઈચ્છા છે, પરંતુ તમામ માર્ગ બંધ કરી દેવાયા છે. આથી અમારે બોટમાં જ રહેવું પડે છે. ઉપરાંત એક વાત સારી છે કે અમે કોઈના સંપર્કમાં આવતાં ન હોવાથી અમને કોઈ ચેપ લાગવાનો પણ અહીં ભય નથી.

જોકે અન્ય બોટ માલિકોનું કહેવું છે કે, સરકારે જો અમને પહેલેથી બોટ બહાર ન મોકલવા જણાવ્યું હોત તો આપરિસ્થિતિ કદાચ ન આવી હોત. અત્યારે દરેક રાજ્ય સરકારે દરિયામાં અટવાઈ ગયેલાં માછીમારોની યાદી મગાવી છે. પણ તેમને મદદ મળશે કે કેમ તે ખબર નથી. સરકારે ખેડૂતોની જેમ જ માછીમારોને પણ રાહત આપવી જોઈએ. કારણ તેમને પણ આ લોકડાઉનની એટલી જ અસર થઈ છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bPkrZQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments