નવી દિલ્હી, 4 એપ્રિલ 2020 શનિવાર
રેલવે મંત્રાલયએ શનિવારે કહ્યું કે 21 દિવસનું કોરોના વાયરસ લોકડાઉન સમાપ્ત થયા બાદ સેવાઓ ફરીથી શરૂ કરવાની હાલ કોઇ યોજના નથી, મંત્રાલયે એક ટ્વીટ કરીને કહ્યું કે હાલ તમામ સુવિધાઓને આ અંગે સુચના આપવામાં આવશે.
રેલવેએ ટ્વીટમાં લખ્યું કે કેટલાક મિડિયા રિપોર્ટમાં ટ્રેન વિવિરણ, આવૃતિ વગેરે સાથે એક પોસ્ટ લોકડાઉન રેલ પુર્વવત યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે.
અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મુસાફરી સેવાઓને ફરીથી શરૂ કરવા અંગેની કોઇ યોજનાની જાણકારી આપવામાં આવી નથી, એવામાં કાંઇ પણ નિર્ણય લેવામાં આવશે તો તમામને માહિતગાર કરવામાં આવશે.
આ પહેલા દિવસમાં સરકારે ટેસ્ટ કિટની નિકાસ પર તાત્કાલિક અસરથી અંકુશ લગાવવાનાં આદેશ આપવામાં આવ્યા છે, વિદેશ વ્યાપાર મહાનિર્દેશાલય(DGFT) એ એક નિવેદનમાં કહ્યું છે કે " ડાયગ્નોસ્ટિક કિટની નિકાસને તાત્કાલિક અસરથી પ્રભાવિત પ્રતિબંધિત કરી છે."
અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વભરમાં કહેર મચાવનારા કોરોના વાયરસનો પ્રકોપ દેશમાં સતત વધી રહ્યો છે, દિલ્હીમાં નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાત કેસથી દેશમાં કોરોના વાયરસનાં કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, અને શનિવારનો આ આંકડો 2900ને પાર કરી ગયો છે.
ત્યાં જ ખતરનાક કોવિડ-19 રોગચાળાથી અત્યાર સુંધીમાં દેશભરમાં જ્યાં 68 લોકોનાં જીવ ગયા છે, અને 183 લોકો સંપુર્ણ રીતે સાજા થઇ ગયા છે, અને પછી તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bOxmep
via Latest Gujarati News
0 Comments