મહારાષ્ટ્રમાં લોકડાઉન કેટલાક અઠવાડિયા વધારી શકાશેઃ આરોગ્યપ્રધાન


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.04 એપ્રિલ 2020, શનિવાર

મુંબઈ સહિત મહારાષ્ટમાં પ્રસરી રહેલા કોરોના વાઈરસને દરદીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. આ કારણ રાજ્ય સરકાર ચિંતામાં છે. કોરોના ને લીધે લોકડાઉનની મુદતમાં એક અઠવાડિયા સુધી વધારવામાં આવી શકે એવા સંકેત રાજ્યના આરોગ્ય વિભાગના પ્રધાન રાજેશ ટોપેએ આપ્યા હતા. એમાં ખાસ કરીને મુંબઈ અને શહેરી વિસ્તારમાં લોકડાઉનના દિવસો વધારી શકાય છે, એમ રાજેશ ટોપેએ સ્પષ્ટ જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કરેલા લોકડાઉનની ૨૧ દિવસની મુદત ૧૪ એપ્રિલના રોજ પૂર્ણ થાય છે. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા જોત રાજ્યમાં લોકડાઉન મુદત કરતાં દિવસો વધારી શકાશે, એમ રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

૧૫ એપ્રિલ સુધી રાજ્યમાં કોરોનાગ્રસંતોની સંખ્યા ઘટી જાય એવી અપેક્ષા છે. જોકે અત્યારે કોરોનાગ્રસ્તોની સંખ્યામાં સતત વધારો થાય છે.

શુક્રવારે રાતે સાડા આઠ વાગ્યા સુધી દેશમાં સૌથી કોરોનાગ્રસ્ત મહારાષ્ટ્રમાં છે. એવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વેબસાઈટ પરનાં આંકડા જોતા જણાવ્યું હતુંઃ મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા ૨૭૯ થઈ હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/348s6jo
via Latest Gujarati News

Post a Comment

0 Comments