
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.04 એપ્રિલ 2020, શનિવાર
આવતી કાલ રવિવારે રાતે ૯ વાગે એક સાથે લાઇટ બંધ કરી દેવાથી પાવર ગ્રેડ ફેઇલ થવાનું જોખમ છે. આને ઠીક કરતાં એક સપ્તાહ લાગસે. એટલે કે લોકોએ દીવો અને મીણબત્તી કરવી પણ સંપૂર્ણ લાઇટબંધ નહી કરવાની અપીલ રાજ્યના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને આપેલા એક વિડિયો સંદેશમાં ૫ એપ્રિલના રોજ રાતે ૯ વાગે ૯ મિનિટ માટે લાઇટ બંધ રાખવાની હાકલ કરી છે. આ સમય દરમિયાન વડા પ્રધાને મીણબત્તી દિવો મોબાઇલની ફ્લેશ લાઇટ, બેટરી કરવાની પ્રગટા વવાની અપીલ કરી છે. કોરોના વાઇરસ સામેની લડતમાં એક્તા દર્શાવવા વડા પ્રધાનના આ હાકલે પાવર ગ્રીડને એલર્ટ મોર્ડમાં લાવીને ઉભી રાખી દીધી છે.
આ અંગે મહારાષ્ટ્રના ઉર્જા પ્રધાન નીતિન રાઉતે જણાવ્યું હતું કે એક સાથે લાઇટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેઇલ થવાનું જોખમ છે. આવુ થાય તો આને ઠીક કરવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. એટલા માટે લોકો મીણબત્તી અથવા દીવો ભલે સળગાવતા પણ લાઇટ બંધ ન કરશો.
રવિવાર ૫ એપ્રિલના રોજ દેશના લોકો પોતાના ઘરની વીજળી બંધ કરી દેશે. ત્યારે જનરેશન પ્લાન્ટ પર લોડ એકાએક ઘટી જશે. જેથી સિસ્ટમ પરનો વોલ્ટેજ એકાએક વધી જશે. ઉપરાંત જ્યારે ૯.૦૯ વાગે એકસાથે પોતાના ઘરની વીજળી અને તેની સાથે જોડાયેલા સાધનો શરૂ કરશો. ત્યારે સિસ્ટમના વોલ્ટજમાં અચાનક ફલકચ્યુએશન નોંધાશે. જે તમારા ઘરના તમામ ઇલેક્ટ્રીક ઇકવિપમેન્ટ માટે ઘણું હાનિકારક છે.
જેથી બીજા બધા સાધનો ચાલુ રાખીને ફક્ત પ્રકાશ ફેલવનારા સાધનો જેવા કે બલ્બ અને ટયુબલાઇટ બંધ રાખવા અને બાકીના તમારા પંખા, કમ્પ્યુટર, ટી.વી. ફ્રીજ એસી, ઓવન જેવા તમામ સાધનો અચૂક ચાલુ રાખવા જેથી સિસ્ટમમાં વોલ્ટેજનું ફલકચ્યુએશન થશે નહિ, એમ રાઉતે જણાવ્યુંમ હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XgjZjr
via Latest Gujarati News
0 Comments